ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 11 વર્ષીય વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો - rape news

સુરતના એક વિસ્તારમાં રહેતી 11 વર્ષીય વિદ્યાર્થીનીને પેટમાં દુખાવો ઉપાડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જેમાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પૂછપરછ કરતા તેના જ વિસ્તારના એક શખ્સે તેણી સાથે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ (rape) આચર્યુ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી તેના આરોપી (Accused) ની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.

Gujarat News
Gujarat News

By

Published : Oct 27, 2021, 9:32 AM IST

  • સુરતમાં 11 વર્ષીય વિદ્યાર્થીની સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યું
  • પેટમાં દુખાવો ઉપાડતા માતા હોસ્પિટલ લઇ ગયી
  • હોસ્પિટલમાં તેણીને સાડા પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું
  • પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી મધ્ય પ્રદેશથી તેની ધરપકડ કરી

સુરત:શહેરના એક વિસ્તારમાં રહેતી 11 વર્ષીય વિદ્યાર્થીનીને તેના જ વિસ્તારમાં રહેતા વિનોદ ચિરજીલાલ કેશરવાની સાથે પ્રેમ સબંધ હતો. જેની જાણ કિશોરીના પરિવારને થઇ હતી અને વિનોદને કિશોરીથી દુર રહેવા તાકીદ કરી હતી. તેમ છતાં વિનોદ કિશોરી સાથે ચોરી છુપીથી ફોન પર વાત કરતો હતો. જોકે મકાન માલિકે વિનોદને ઘર ખાલી કરાવી દેતા તે બીજે રહેવા ચાલ્યો ગયો હતો.

સુરતમાં 11 વર્ષીય વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

આ પણ વાંચો: સુરતમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના : એક ઇસમ બાળકીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો

એક હોટેલમાં લઇ જઈને શરીર સબંધ બાંધ્યો હતો

ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં અચાનક દુખાવો ઉપાડ્યો હતો. જેથી તેણીની માતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગઈ હતી. જ્યાં તેણીને સાડા પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પરિવારજનો ચોકી ઉઠ્યા હતા. આ મામલે કિશોરીની પૂછપરછ કરતા પોતે સીલાઈ કામ શીખવા જતી હતી તે વેળાએ વિનોદ તેણીને એક હોટેલમાં લઇ જઈને શરીર સબંધ બાંધ્યો હતો. જેથી આ મામલે પરિવારજનોએ પાંડેસરા પોલીસ મથકમાં દુષ્કર્મ (rape) ની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે વિનોદ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી મધ્ય પ્રદેશથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં 11 વર્ષીય વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

આ પણ વાંચો: અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ

ABOUT THE AUTHOR

...view details