ગુજરાત

gujarat

ધારૂકા કૉલેજ બોય્ઝ હોસ્ટેલમાં CCTV લગાવતા ABVPનો વિરોધ, કેમેરા હટાવવા આપ્યો 48 કલાકનો સમય

સુરતમાં ધારૂકા કૉલેજની (dharuka college) બોય્ઝ ટોયલેટમાં (CCTV camera in Boys Hostel Toilet) CCTV કેમેરા લગાવતા વિવાદ ઊભો થયો છે. હવે વિદ્યાર્થી પાંખ ABVPએ (ABVP Surat) આ વિવાદ સામે બાંયો ચડાવી છે. સાથે જ 48 કલાકની અંદર કેમેરા દૂર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી આપી હતી.

By

Published : Oct 8, 2022, 2:15 PM IST

Published : Oct 8, 2022, 2:15 PM IST

Updated : Oct 8, 2022, 3:30 PM IST

બોય્ઝ હોસ્ટેલમાં CCTV લગાવતા ABVPએ ચડાવી બાંયો, કેમેરા હટાવવા આપ્યો 48 કલાકનો સમય
બોય્ઝ હોસ્ટેલમાં CCTV લગાવતા ABVPએ ચડાવી બાંયો, કેમેરા હટાવવા આપ્યો 48 કલાકનો સમય

સુરતશહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધારૂકા કૉલેજના (dharuka college) બોય્ઝ ટોયલેટમાં સીસીટીવી (CCTV camera in Boys Hostel Toilet) લગાવતા ABVPએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ABVPએટોઈલેટમાં (ABVP Surat) લગાવેલા કેમેરા 48 કલાકની અંદર દૂર કરવા જણાવ્યું છે. ને જો આમ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી.

48 કલાકની અંદર કેમેરા દૂર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી

ધારૂકા કૉલેજ ફરી વિવાદમાં શહેરની કાપોદ્રા વિસ્તારમાં આવેલા આત્માનંદ સરસ્વતી સાયન્સ કૉલેજ (atmanand saraswati science college) ધારૂકા કૉલેજ (dharuka college) ફરી એક વખત વિવાદમાં આવી છે. કૉલેજના બોય્ઝ ટોયલેટમાં (CCTV camera in Boys Hostel Toilet) સીસીટીવી લગાવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP Surat)દ્વારા આ મુદ્દે વિરોધ નોંધવામાં આવ્યો હતો.

એક સમસ્યા નિવારવા ગયા ને ત્યાં બીજી દેખાઈ ABVPએ જણાવ્યું હતું કે, ધારૂકા કૉલેજમાં વિદ્યાર્થીઓના (dharuka college) સ્કોલરશિપની સમસ્યાઓને લઈને ગયા હતા. કારણ કે, વિદ્યાર્થીઓના સ્કોલરશિપમાં જે કૉલેજનું નામ હોવું જોઈએ. તે કૉલેજનું નામ ન હોવાથી વિદ્યાર્થીઓ ઘણા સમયથી આ સમસ્યાને લઈને હેરાન પરેશાન હતા અને કૉલેજનું તંત્ર ઊગતું હોય તેમ જોવા મળી રહ્યું હતું. આ ઉપરાંત અમે જ્યારે બોઇસ ટોયલેટમાં ગયા ત્યારે ત્યાં ટોયલેટમાં કૉલેજ દ્વારા સીસીટીવી લગાવવામાં (CCTV camera in Boys Hostel Toilet) આવ્યા હતા. જોકે, આ સીસીટીવી લગાવવું ખૂબ જ ખોટું છે. એટલે અમે આ આ સીસીટીવી કેમેરાનો પણ વિરોધ કર્યો હતો. જો 48 કલાકની અંદર આ સીસીટીવી દૂર નહીં કરે તો અમે આ મુદ્દાને લઈને ઉગ્ર આંદોલન કરીશું. આ સમગ્ર બાબતને લઈને અમે કૉલેજ પ્રિન્સિપલને આવેદનપત્ર પમ આપ્યું છે.

Last Updated : Oct 8, 2022, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details