- પતિએ ઉછીના લીધેલા 4,000 સામે વ્યાજ સાથે 10,000 ચૂકવી દેવા છતાં મેસેજ વાયરલ કર્યો
- મહિલા કાર્યકર્તાએ 20 ગોળીઓ ખાઈ ડાબા હાથની નસ કાપી નાખી
- પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી AAP કાર્યકર્તા ગૌતમ પટેલની ધરપકડ કરી
સુરત : છ મહિના પહેલા AAP મહિલા કાર્યકર્તાએ ચૂંટણી પણ લડી હતી. વોર્ડ નંબર 30ના કામ બાબતે તેઓ આપ શહેર મહામંત્રી ગૌતમ પટેલ સાથે મોબાઈલમાં વાત કરતા હતા. ત્યારે ગૌતમ પટેલે કાર્યકર્તાના પતિએ પૈસા માંગ્યા હોવાની વાત કરી હતી અને અન્ય અપમાનજનક વાતો પણ સંભળાવી હતી. ત્યારે કાર્યકર્તાએ આ વાતની જાણ તેમના પતિને કરી હતી.
ગૌતમે ઉશ્કેરાઈને ગાળો અને ધમકીઓ પણ આપી
ત્યારબાદ બંને પતિ-પત્ની ગૌતમ પટેલની ઓફીસ મળવા માટે ગયા હતા. ત્યાં ગૌતમ પટેલે મહિલા કાર્યકર્તાને જણાવ્યું હતું કે, તારા પતિએ 4,000 રૂપિયા લીધા હતા હવે વ્યાજ સાથે 10,000 રુપિયા થાય છે. ત્યારે ગૌતમ પટેલે પતિના પૈસા માંગવાના મેસેજ વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની વાતો કરી હતી. ઉપરાંત, ગૌતમે ઉશ્કેરાઈને ગાળો અને ધમકીઓ પણ આપી હતી.