ગુજરાત

gujarat

ETV Bharat / city

AAP Demands to Surat Police : ગ્રીષ્મા હત્યા કેસ મામલે પોલીસ કમિશનરને કઇ કરાઇ રજૂઆત જાણો તે અંગે...

ગ્રીષ્મા વેકરીયાની હત્યા મામલે આમ આદમી પાર્ટી સુરત એકમ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. કઇ રજૂઆત (AAP Demands to Surat Police) કરવામાં આવી છે જાણો તે અંગે.

AAP Demands to Surat Police : ગ્રીષ્મા હત્યા કેસ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી, શી માગણી કરી તે જાણો
AAP Demands to Surat Police : ગ્રીષ્મા હત્યા કેસ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી, શી માગણી કરી તે જાણો

By

Published : Feb 16, 2022, 5:33 PM IST

સુરતઃ સુરત જિલ્લાની ગ્રીષ્મા વેકરીયા હત્યા મામલે (Grishma Murder case in Surat 2022) આમ આદમી પાર્ટીના સભ્યો પોલીસ કમિશનર કચેરીએ ઘટના પાછળના જવાબદાર પરિબળોને અટકાવવાની રજૂઆત (AAP Demands to Surat Police) લઇને પહોંચ્યાં હતાં. રાજકીય પાર્ટીના કાર્યકરો હોવાને લઇને આમ આદમી પાર્ટી મહિલા કાર્યકર્તાઓને (Surat AAP Women Members ) પોલીસ કમિશનર કચેરીના ગેટ ઉપર પહોંચતા જ પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ફક્ત પાંચ જ મહિલા કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરી અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેને લઇને પણ મહિલા કાર્યકર્તાઓ ભારે રોષે ભરાયાં હતાં.

ફક્ત પાંચ જ મહિલા કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરી અંદર પ્રવેશ આપવામાં આવ્યો

શહેરમાં અસામાજિક પ્રવુતિઓ વધી રહી છે

આ બાબતે ગુજરાત આમ આદમી પાર્ટીમાં મહિલા ઉપાધ્યક્ષ શોભના વાઘાણીએ જણાવ્યું કે અમે લોકોએ ગત શનિવારના રોજ ગ્રીષ્મા હત્યા મામલે સુરત પોલીસ કમિશનરને રજૂઆત (AAP Demands to Surat Police) કરી છે કે આ ઘટના પાછળના જવાબદાર પરિબળોને અટકાવવામાં આવે. શહેરમાં ધમધમી રહેલા હૂક્કાબાર, સ્પા, કપલ-બોક્સ, સ્મોકિંગ ઝોન, યુવાધનને અસામાજિક પ્રવુતિઓ તરફ લઇ જઈ રહી છે. આજનું યુવાધન તેને કારણે બરબાદ થઈ રહ્યું છે. જેને કારણે ન બનવાની ઘટના પણ બનતી હોય છે. આવી બાબતોને લઈને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat Grishma Murder Case : CM ભુપેન્દ્ર પટેલે ગ્રીષ્માના પરિવારને કહ્યું, "સરકાર કોઈ કચાસ નહીં રાખે" :

બે દિવસ પહેલા જ શહેરના સામાજિક અગ્રણીઓએ આ મુદ્દે રજૂઆત કરી ચૂક્યાં છે

આ પહેલાં પણ આ મુદ્દાને લઇને સુરત પોલીસ કમિશનરને સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. શહેરના સામાજિક અગ્રણીઓએ હૂક્કાબાર, સ્પા, કપલ-બોક્સ, સ્મોકિંગ ઝોન વગેરે યુવાધનને અસામાજિક પ્રવુતિઓ તરફ લઇ જતાં હોવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ Pasodra murder case Update : પાસોદરા હત્યા કેસના આરોપી ફેનિલની ઓળખ પરેડ કરાઈ

ABOUT THE AUTHOR

...view details