- સુરતમાં રાજકરણમાં આવ્યો ગરમાવો
- વોર્ડ નં 3ના AAP મહિલા કોર્પોરેટરે BJP પર કર્યા આક્ષેપ
- BJP અને તેના પતિ ઋતા દુગાધરાને ભાજપમાં જોડાવા કરે છે દબાણ
સુરતઃમહાનગર પાલિકાના (SMC) વોર્ડ નં-3 માં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી ઘોષિત થયા હતા. હવે આ મહિલા કોર્પોરેટર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કામરેજના ધારાસભ્ય વિરૂદ્ધ પક્ષપલટા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચ્યો છે.
3 કરોડની ઓફર બીજેપીમાં જોડાવવા માટે કરાઈ
મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે, હું સૌથી વધુ લીડથી આમ આદમી પાર્ટીમાં ચુંટાઇને આવી છું. જ્યાંરથી હું જીતીને આવી છું ત્યારથી બીજેપી દ્વારા ખુબ જ દબાણ કરવામાં આવ્યું છે. કામરેજના ધારાસભ્યએ બીજેપીમાં જોડાવવા દબાણ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓના પતિ ચિરાગે પણ ભાજપમાં જોડાવવા ખુબ જ દબાણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહી ઘરના સભ્યો પણ રૂપિયા લઈને બીજેપીમાં જોડાઈ જવા માટે દબાણ કરતા હતા. મારા પતિ કોઈ કામ ધંધો કરતા ન હતા અને ઘર પણ મારા પર ચાલતું હતું. પરંતુ જે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને જીત અપાવી છે તેમની સાથે હું ક્યારેય દગો નહીં કરૂં. આ વાતને લઈને મારા અને મારા પતિ ચિરાગ સાથે અવાર-નવાર ઝગડાઓ થતા હતા. જેને લઈને અમે ડિવોર્સ પણ લઇ લીધા છે.