- સુરત ગ્રામ્યમાં ઠેર ઠેર કૃષિ કાયદાનો વિરોધ
- નેશનલ હાઇવે 48 પર કામરેજ નજીક આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ
- હાઇવે પર ટાયર સળગાવી કર્યો વિરોધ
સુરતઃ આજરોજ સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં વિવિધ સંગઠનનો તેમજ રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું. જેને લઈને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.
કામરેજ આપના કાર્યકર્તાઓએ આપ્યો કાર્યક્રમ
સુરતના કામરેજ નજીક પસાર થતાં નેશનલ હાઇવે 48 પર કામરેજ તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા ઉતરી આવ્યાં હતાં. આપ કાર્યકરોએે હાઇવે બ્લોક કરી રસ્તા પર ટાયરો સળગાવ્યાં હતાં.જોકે ટ્રાફિક અટવાતાં કામરેજ પોલીસ દ્વારા આપના તમામ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી અને હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.