સુરત બીજીતરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી (AAP Bardoli candidate ) મોબાઈલ સ્વીચ ઓફ કરીને ગુમ થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતના બારડોલી વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારના કારમાંથી 20 લાખ રૂપિયા (Rajendra Solanki 20 lakh rupees case ) ની લૂંટ મામલે જ્યારે સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે.
રાજેન્દ્ર સોલંકીને પૂછપરછ માટે પોલીસ દ્વારા સમન્સ પણ પાઠવવામાં આવ્યું આંગડિયાથી રુપિયાનો હવાલોઆમ આદમી પાર્ટીના ઉમેદવારને આંગડિયા થકી આ 20 લાખ રૂપિયા દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ લૂંટની ઘટના બની ત્યારે રાજેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આ ખેતીના રૂપિયા છે. જોકે પોલીસને રાજેન્દ્ર સોલંકીના 20 લાખ રુપિયાનો કેસ (Rajendra Solanki 20 lakh rupees case ) ની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ દિલ્હીથી આંગડિયા થકી મોકલવામાં આવેલ રોકડ રૂપિયા છે.
ઇન્કમટેક્સને જાણ કરવામાં આવી છે સુરત ગ્રામ્ય પોલીસના એસપી હિતેશકુમાર જોયસરએ જણાવ્યું હતું કે અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને સીસીટીવીની મદદથી અમે આરોપીઓ સુધી પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ પણ થઈ જશે. રાજેન્દ્ર સોલંકીના 20 લાખ રુપિયાનો કેસમાં ફરિયાદી આમ આદમી પાર્ટીના ઉમેદવારને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે. સાથે આ 20 લાખ અંગે ઇન્કમટેક્સ વિભાગને ( 20 lakh rupees case in income tax department ) પણ જાણકારી આપવામાં આવી છે અને સ્થાનિક ડિસ્ટ્રીક ઇલેક્શન ઓફિસરને પણ અમે જાણ કરવા જઈ રહ્યા છે.
શું હતી ઘટનાબારડોલી ટાઉન પોલીસ મથક ( Bardoli Town Police Station ) નજીક પાર્ક કરેલી કારનો કાચ તોડી મોટર સાયકલ પર આવેલા બે શખ્સો 20 લાખ રૂપિયા રોકડા ભરેલી બેગ લઈને નાસી છૂટ્યા હતાં. નસીબજોગે ત્યાં હાજર એક યુવકે મોટર સાયકલનો પીછો કરતાં તેઓ રૂપિયા ભરેલી બેગ ફેંકી નાસી છૂટ્યા હતાં. યુવકે બેગ બારડોલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.