- સુરત મહાનગર પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હાઈવોલ્ટેજ ડ્રામા
- નિયમ પ્રમાણે કોઈપણ ધારાસભ્ય સામાન્ય સભામાં હાજર રહી શકે નહી
- AAP દ્વારા ભાજપના ધારાસભ્ય હાજર હોવાનો આક્ષેપ કરાતા હોબાળો
સુરત: સામાન્ય સભા દરમિયાન AAP અને ભાજપના કાર્યકર્તાઓનો એકબીજા સામે સૂત્રોચ્ચાર - BJP Surat
સુરતના અડાજણ ખાતે સંજીવ કુમાર ઓડિટોરીયમની બહાર આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. એક બાજુ ઓડિટોરિયમની અંદર સામાન્ય સભા ચાલી રહી હતી અને બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ એકબીજાની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
સુરત: મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. સુરતના અડાજણ ખાતે સંજીવ કુમાર ઓડિટોરીયમની બહાર આ ઘટના બની હતી. એક બાજુ ઓડિટોરિયમની અંદર સામાન્ય સભા ચાલી રહી હતી અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ એકબીજાની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
AAPનો આક્ષેપ: ભાજપના ધારાસભ્ય સામાન્ય સભામાં હાજર રહ્યા
આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય સભામાં ભાજપના ધારાસભ્ય બેસ્યા હતા. જ્યારે, નિયમ મુજબ કોઈપણ ધારાસભ્ય સામાન્ય સભામાં હાજર રહી શકે નહિ. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, તેમણે ભાજપના ધારાસભ્યને સામાન્ય સભામાં જોયા હતા. જ્યારે આ વાતને ભાજપના કાર્યકર્તાઓએ વખોડી કાઢી હતી. આ જ મુદ્દે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જે બોલાચાલીમાં પરિણમી હતી.