- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સવારે 8 કલાકે સુરત આવી પહોંચ્યા
- અરવિંદ કેજરીવાલ સહિત AAPનાં ધારાસભ્યો પણ સુરત મુલાકાતે આવ્યા
- સર્કિટહાઉસ ખાતેની બેઠક બાદ બપોરે રોડ શો, સાંજે જાહેર સભાનું આયોજન
સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ ફરી 27 બેઠકો મેળવનાર અને ભાજપની ચિંતા વધારનાર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તેમની પાર્ટીના અન્ય ધારાસભ્યો સાથે સુરત આવી પહોંચ્યા છે. જે પૈકી ઋતુ રાજ ગોવિંદે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રજા સમક્ષ મૂકવામાં આવેલા ગેરેન્ટી કાર્ડ ચોક્કસથી આમ આદમી પાર્ટી પૂર્ણ કરશે. ગુજરાતમાં એક વિકલ્પ તરીકે લોકોએ આમ આદમી પાર્ટીની પસંદગી કરી છે.
દિલ્હી કરતા પણ ગુજરાતમાં સારો વિકાસ કરાશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરી રહ્યું છે; તેના કરતા પણ ઘણું સારું કામ ગુજરાતમાં આમ આદમી પાર્ટી કરીને બતાવશે. કારણ કે દિલ્હી હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પરંતુ ગુજરાત સ્વતંત્ર રાજ્ય હોવાના કારણે અહીં આમ આદમી પાર્ટી સારી રીતે કામ કરી શકશે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિલ્હી કરતા 10 ગણો સારો વિકાસ કરી બતાવશે: ધારાસભ્ય ઋતુ રાજ ગોવિંદ - Arvind Kejriwal in Surat
સુરત મહાનગરપાલિકામાં AAPના ભવ્ય પ્રદર્શન બાદ શુક્રવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત તેમની પાર્ટીના ધારાસભ્યો આજે સુરત આવી પહોંચ્યા છે. દિલ્હીના ધારાસભ્ય ઋતુ રાજ ગોવિંદે ETV Bharat સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિલ્હી કરતા પણ 10 ગણો સારો વિકાસ કરીને બતાવશે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિલ્હી કરતા 10 ગણો સારો વિકાસ કરી બતાવશે: ધારાસભ્ય ઋતુ રાજ ગોવિંદ
Last Updated : Feb 26, 2021, 11:57 AM IST