ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 27 સીટ સાથે AAPની ધમાકેદાર એન્ટ્રી - Corporation election

સુરતમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીને 120 સીટમાંથી 27 સીટ મળી છે. મહત્વની વાત કરવામાં આવે તો સુરતમાં 30 વોર્ડ માંથી વોર્ડ નંબર 2,3,4,5,16 અને17માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જોકે, મંગળવારે સવારથી જ સુરતમાં મત ગણતરીના સેન્ટરની બહાર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માટી સંખ્યાઓ જોવા મળી રહ્યા હતા.

આમ આદમીની ધમાકેદાર એન્ટ્રી
આમ આદમીની ધમાકેદાર એન્ટ્રી

By

Published : Feb 23, 2021, 7:53 PM IST

  • AAPને મળી 27 બેઠકો
  • વિજય સરઘસ કાઢવામાં આવ્યું
  • ભાજપના 93 ઉમેદવારે જીત હાંસલ કરી

સુરત: જિલ્લામાં 30 વોર્ડ માંથી 120 જેટલાં ઉમેદવારોમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 93 જેટલાં ઉમેદવાર ભાજપની પેનલે જીત હાંસલ કરી ત્યારે 27 જેટલાં ઉમેદવારોએ આમ આદમી પાર્ટીમાંથી વિજય થઈને સુરતમાં અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર 27 સીટો ઉપર આમ આદમીએ વિજય મેળવ્યો છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સુરતમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. તે રેલીની અસર મંગળવારે જોવા મળી રહી હતી અને 27 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો.

સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે જઈ ફુલ હાર ચડાવામાં આવ્યો

વિજય મેળવ્યા બાદ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું

વિજય મેળવ્યા બાદ આ 27 ઉમેદવારોએ એક ભવ્ય રેલી કરી હતી. આ રેલીમાં સૌથી પહેલા સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે જઈ ફુલ હાર ચડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ 27 સીટ ઉપર વિજય મેળવ્યા બાદ ડી.જે. અને ઢોલ-નગારા સાથે ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details