ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના આનંદનગરમાં દેશીદારૂના અડ્ડા પર આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ કરાઈ - Red at the desi den in Surat

સુરત જિલ્લાના આનંદ નગરમાં લોકો તથા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા દેશીદારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી. જેમાં દારૂ વેચનારા બુટલેગર અને દારૂની બેથી ત્રણ મોટી બોરીઓ કબજે કરી હતી. જે બાદ કાપોદ્રા પોલીસને જાણ કરતા કાપોદ્રા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

Surat Breaking News
Surat Breaking News

By

Published : Jul 4, 2021, 4:52 PM IST

  • સુરતના કાપોદ્રા વિસ્તારમાં જનતા રેડ
  • આનંદનગરમાં દેશીદારૂના અડ્ડા ઉપર જનતા રેડ
  • આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા જનતા રેડ કરાઈ
  • કાપોદ્રાના વૉર્ડ નંબર-4 ના કોર્પોરેટર દ્વારા રેડ કરાઈ

સુરત : શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા આનંદ નગરમાં દેશી દારૂ (Alcohol)ના અડ્ડા પર આમ આદમી પાર્ટી (AAP) ના કોર્પોરેટર ધર્મેશ વાવલિયા અને સ્થાનિક લોકો (Local people) દ્વારા રેડ (RAID) કરવામાં આવી હતી. જોકે રેડ (RAID) કર્યા બાદ તરત કાપોદ્રા પોલીસને જાણ કરતા કાપોદ્રા પોલીસ દોડતી થઇ ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા આ દેશીદારૂ (Alcohol) ના અડ્ડા પરથી દારૂ વેચનારા બુટલેગર અને બેથી ત્રણ દારૂ (Alcohol) ભરેલી બોરીઓ પણ કબજે કરવામાં સ્થાનિક લોકો દ્વારા બધું જ કાપોદ્રા પોલીસના હવાલે કર્યો હતો અને બુટલેગરને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા આનંદનગરમાં દેશીદારૂના અડ્ડા ઉપર આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ કરાઈ

આ પણ વાંચો : Police raid news : નખત્રાણા પોલીસે વિગોડી ગામમાંથી 15 gamblersને ઝડપી પાડ્યા

અમે બેથી ત્રણ વખત પોલીસ ફરિયાદ કરી છતાં દારૂનું વેચાણ યથાવત રહ્યું હતું : ધર્મેશ વાવલિયા

વૉર્ડ નંબર-4 ના કોર્પોરેટર ધર્મેશ વાવલિયા દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, અમારા વિસ્તારમાં આવેલા આનંદ નગરના સ્થાનિક લોકો (Local people) ની એવી રજૂઆત કરી હતી કે, અમે જ્યાં રહીએ છીએ ત્યાં ખુલ્લેઆમ પોલીસની બીક વગર બુટલેગરો દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે. અમારા દ્વારા બેથી ત્રણ વાર પોલીસ ફરિયાદ (Police complaint) કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ બુટલેગરો દ્વારા દારૂ વેચાણ કરવામાં આવતું હતું. જેના કારણે ઘણીવાર મારામારી જેવી ઘટના પણ બનતી હતી. આ વાતને ધ્યાનમાં લઈને રવિવારે આ દેશીદારૂના અડ્ડા પર જનતા રેડ (RAID) કરવામાં આવી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા આનંદનગરમાં દેશીદારૂના અડ્ડા ઉપર આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ કરાઈ

આ પણ વાંચો : સુરતના તરસાડીમાં ગામલોકોએ દારૂના અડ્ડા પર કરી જનતા રેડ

બુટલેગરની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે : એ.જે.ચૌધરી

Etv Bharat દ્વારા PI ને સવાલ પૂછવામાં આવ્યા કે, સાહેબ રવિવારે સવારે 11 વાગાની આસપાસ તમારા હદ વિસ્તારમાં આવેલા આનંદ નગરમાં વૉર્ડ નંબર-4 નાં કોર્પોરેટર ધર્મેશ વાવલિયા તથા ત્યાંના રહેવાસીઓ દ્વારા જનતા રેડ (RAID) કરવામાં આવી હતી. શું તમને ખબર ન હતી કે આ વિસ્તારમાં દેશીદારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ? ત્યારે કાપોદ્રાના PI એ.જે.ચૌધરી દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, આનંદ નગરમાં બેથી ત્રણ વખત કાપોદ્રા પોલીસના સર્વેલન્સ સ્ટાફ (Surveillance staff) દ્વારા દેશીદારૂના અડ્ડા ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતાં બુટલેગરો ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતા હતા. હવે બુટલેગરને અમારા હિરાસતમાં છે તેની પૂછપરછ કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે કાપોદ્રા PI એ Etv Bharatને ગોળ-ગોળ જવાબ આપ્યો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા આનંદનગરમાં દેશીદારૂના અડ્ડા ઉપર આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ કરાઈ

ABOUT THE AUTHOR

...view details