ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં સચિન GIDC પાસે પાણી અને ઓઈલનું ટેન્કર સામસામે અથડાતા આગ લાગી - પાણીનું ટેન્કર

સુરતમાં મોડી રાત્રે સચિન જીઆઈડીસી રોડ પર પાણીનું અને ઓઈલનું ટેન્કર સામસામે અથડાતા આગ લાગી હતી. આગના કારણે દોડધામ મચી ગઈ હતી. જ્યારે ટેન્કરના ડ્રાઈવર ટેન્કર છોડીને ભાગી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે સચિન અને નવસારી જતો હાઈવે બંધ કરી દેવાયો હતો.

સુરતમાં સચિન GIDC પાસે પાણી અને ઓઈલનું ટેન્કર સામસામે અથડાતા આગ લાગી
સુરતમાં સચિન GIDC પાસે પાણી અને ઓઈલનું ટેન્કર સામસામે અથડાતા આગ લાગી

By

Published : Jan 6, 2021, 2:12 PM IST

  • સુરતમાં ઓઈલ અને પાણીનુું ટેન્કર સામસામે અથડાયું
  • બંને ટેન્કર અથડાતા ટેન્કરમાં લાગી વિકરાળ આગ
  • આગના કારણે સચિન અને નવસારી જતો હાઈવે બંધ કરાયો
    સુરતમાં સચિન GIDC પાસે પાણી અને ઓઈલનું ટેન્કર સામસામે અથડાતા આગ લાગી

સુરતઃ સચીન જીઆઈડીસી રોડ પર મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઓઈલ અને પાણીનું ટેન્કર સામસામે અથડાતા ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જીઆઈડીસી અને નવસારી જવાના હાઈવેને બંધ કરી દેવાયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને તાત્કાલિક કાબૂમાં કરવાના પ્રયાસ કર્યા હતા. જોકે, ટેન્કરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સુરતમાં સચિન GIDC પાસે પાણી અને ઓઈલનું ટેન્કર સામસામે અથડાતા આગ લાગી

બંધ કરાયેલો હાઈવે ખૂલ્લો કરાયો

બંને ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. હવે જોવાનું એ રહેશે કે, ઓઈલ અને પાણીનું ટેન્કર કઈ રીતે સામે આવ્યા તે પોલીસ અને ફાયર ફાઈટરની ટીમનો તપાસનો વિષય છે. આગ લાગવાના કારણે જે હાઈવે બંધ કરી દેવાયો હતો. તે હાઈવે હાલ લોકોની અવરજવર માટે ફરી ખૂલ્લો કરી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details