ગુજરાત

gujarat

ETV Bharat / city

રમકડાના હેલિકોપ્ટરના કારણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફેલાયો ફફડાટ - સુરત પોલીસ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તારની નજીકથી એક રિમોટ કંટ્રોલવાળુ રમકડાનું હેલિકોપ્ટર મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું લાગ્યું કે,કોઈ તેને ઊંચી ઇમારતથી ઉડાડી રહ્યું છે અને ભારે પવનને કારણે ઓપરેશનલ એરિયામાં આવી ગયું હશે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ

By

Published : Feb 5, 2021, 2:52 PM IST

  • 10 સેન્ટીમીટરનું રમકડાનું હેલિકોપ્ટર રન-વે પર આવ્યું
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પણ કરવામાં આવી જાણ
  • ભારે પવનને કારણે રન-વે પર આવ્યું હોવાની આશંકા

સુરત:એક રિમોટ કંટ્રોલવાળુ રમકડાનું હેલિકોપ્ટર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તારની નજીકથી મળી આવ્યું હતું. આ ઘટનાથી એરપોર્ટ ઓથોરિટીમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારબાદ એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી પણ અમુક સમય માટે અટકી ગઈ હતી. આશરે 10 સેન્ટીમીટરની લંબાઈવાળા આ રમકડાને સુરક્ષા એજન્સીઓ દ્વારા રન-વે વિસ્તાર પરથી કબ્જે કરવામાં આવ્યું હતું.

ITCને મળ્યો સંદેશ
એરપોર્ટ ડિરેક્ટર સોનીએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે ITCને સંદેશ મળ્યો હતો કે, ઓપરેશન વિસ્તારમાં એક ડ્રોન નજરે પડ્યું છે, પરંતુ જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તે એક નાનું રમકડાનું હેલિકોપ્ટર હોવાનું જણાયુ હતું. પોલીસને આ અંગે જાણ કરાઈ છે અને વધુ તપાસ શરૂ થઇ છે. ઓપરેશનલ વિસ્તારમાં કોઈએ હેલિકોપ્ટર ઉડતું જોયું નથી, તે એક નાનું રમકડુ હતું અને તેની લંબાઈ લગભગ 10 સેમી જેટલી છે.

એર ટ્રાફિક કંટ્રોલને કરાઈ હતી જાણ
ઘટના બાદ એરપોર્ટના અધિકારીઓએ આ રમકડુ ક્યાંથી એરપોર્ટ રન-વે સુધી પહોંચ્યું તે અંગે તપાસ કરવા માટે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પણ આ ઘટના અંગે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. સવારે ટર્મિનલ વિસ્તરણ પ્રોજેક્ટના સ્થળે કામ કરતા એક બાંધકામ મજૂરો દ્વારા હેલિકોપ્ટર પર નજર પડી હતી, જે રન-વેની નજીક સ્થિત છે અને એર ટ્રાફિક કંટ્રોલને તરત જ જાણ કરવામાં આવી હતી.

ડુમસ પોલીસ મથકે કરી હતી તપાસ
સુરતના ડુમસ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર એન પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે કોઈ તેને ઊંચી ઇમારતથી ઉડાડી રહ્યું હશે અને ભારે પવનને કારણે ઓપરેશનલ એરિયામાં આવી ગયું હશે.

ABOUT THE AUTHOR

...view details