ગુજરાત

gujarat

ETV Bharat / city

પુણા પોલીસની ટીમે માત્ર 6 મિનિટ પહોંચી આપઘાત કરવા જતાં એક વેપારીને બચાવી લીધો - સીસીટીવી

હંમેશા લોકો કહેતાં હોય છે કે પોલીસ ક્યારેય ટાઈમ પર નથી પહોંચતી. પણ સુરતમાં પુણા પોલીસની ટીમે માત્ર 6 મિનિટ પહોંચી આપઘાત કરવા જતાં એક યુવકને બચાવી લીધો છે. સુરતના સારોલી રોડ ખાતે આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટમાં આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

પુણા પોલીસની ટીમે માત્ર 6 મિનિટ પહોંચી આપઘાત કરવા જતાં એક વેપારીને બચાવી લીધો
પુણા પોલીસની ટીમે માત્ર 6 મિનિટ પહોંચી આપઘાત કરવા જતાં એક વેપારીને બચાવી લીધો

By

Published : Jan 22, 2021, 2:17 PM IST

  • આત્મહત્યાનો પ્રયાસ કરતાં વેપારીને બચાવાયો
  • પુણા પોલીસે કર્યું ત્વરિત રેસ્કયૂ
  • ફક્ત 6 મીનિટમાં પોલીસ પહોંચી ગઈ

સુરતઃ ઘટનાની વિગતવાર વાત કરીએ તો કંટ્રોલરૂમમાંથી માહિતી મળી હતી કે સુરતના સારોલી રોડ પર આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટના ચોથા માળે એક યુવક દુકાન બંધ કરવા બાબતે ઝગડો કરે છે. કંટ્રોલ રૂમમાંથી ફોન મળતા જ પીસીઆર 24માં કામ કરતા વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.ડી. રોહિત, પોલીસ કોન્સ્ટેબલ રણછોડભાઈ વાલાભાઈ અને કાનાભાઈ વાજાભાઈ માત્ર 6 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જ્યાં વોચમેને જણાવ્યું હતું કે કાપડ વેપારી પૈસા ન આપતા એક ઈસમ હાથમાં કાતર લઈ આપઘાતની કોશિશ કરી રહ્યો છે. જેથી મહિલા પીએસઆઈ અને તેની ટીમ તાત્કાલિક લિફ્ટ મારફતે ચોથા માળે પહોંચી ગઇ હતી. બાદમાં યુવકને યુક્તિપ્રયુક્તિથી સમજાવી ફોસલાવી તેને ચોથા માળને કોર્ડન કરી તેનો જીવ બચાવી લીધો હતો.

  • કાપડ વેપારી પૈસા ન ચૂકવતા કંટાળી આપઘાતનો કર્યો હતો પ્રયાસ

પોલીસે યુવકને બચાવી તેને શાંત કર્યો હતો અને તેની પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતાનું નામ 46 વર્ષીય મહેન્દ્ર પાંડુરંગભાઈ ઉતિગર હોવાનું અને તે ભટર ખાતે આવેલી સાઈનગર સોસાયટીમાં રહેતો જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે એસ.એમ.ટી.એમ માં બેસ્ટ વન ક્રિએશનના માલિક રજનીભાઈ વસોયા પાસેથી તેને કાપડના બાકી નીકળતા નાણાં લેવાના હતાં. તે નાણાં વેપારી આપતો ન હતો. અવારનવાર ઉઘરાણી કરવા છતાં તે વાયદાઓ જ કરતો હતો. જેથી આખરે કંટાળી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ તેને પુણા પોલીસ મથકે લઈ ગઇ હતી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના સારોલી રોડ ખાતે આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટમાં આ ઘટના બની હતી
  • અગાઉ અઠવા પોલીસ મથકના પીસીઆર વાનના કર્મચારીએ મહિલાનો બચાવ્યો હતો જીવ


    થોડા દિવસો અગાઉ સુરતના અઠવા વિસ્તારમાં આપઘાત કરવા જઈ રહેલી મહિલાને પીસીઆર વાનચાલકે દરવાજો તોડી જીવ બચાવ્યો હતો. મહિલા પારિવારિક ઝગડામાં ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી રહી હતી. અને આ મામલે કંટ્રોલ રૂમમાં મહિલાની દીકરીએ જાણ કરતાં પીસીઆરવાંન કર્મચારી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને દરવાજો તોડી મહિલાનો જીવ બચાવ્યો હતો. જેનું પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સન્માન પણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details