ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના વિદ્યાર્થીએ લોકડાઉન સમયે રિસર્ચ કરી બામ્બુમાંથી બનાવી વોટરપ્રૂફ સાઇકલ, જુઓ વિશેષ અહેવાલ - બામ્બૂ સાયકલ

ધોરણ-12માં અભ્યાસ કરનાર 17 વર્ષીય કુશ જરીવાલાએ લોકડાઉન સમયે રિસર્ચ કરી એક ખાસ બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી છે. આ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી સાઈકલ છે. તેણે આ સાઇકલ ગૂગલ અને યુટ્યૂબના વીડિયો જોઈ તૈયાર કરી છે અને સાઇકલ મજબૂતીથી ચાલી શકે તે માટે પણ મહારાષ્ટ્રથી ડેન્ડોકોલામલ સ્ટોકસી બામ્બુ મંગાવી કુશે જાતે તેને કટ કરી વોટર પ્રૂફ સાઇકલ તૈયાર કરી છે.

સુરતના ધો.12 ના વિદ્યાર્થીએ લોકડાઉન સમયે રિસર્ચ કરી એક ખાસ બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી
સુરતના ધો.12 ના વિદ્યાર્થીએ લોકડાઉન સમયે રિસર્ચ કરી એક ખાસ બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી

By

Published : Oct 28, 2020, 4:41 PM IST

  • ધોરણ-12માં ભણતાં વિદ્યાર્થીની કમાલ
  • વીડિયો જોઇને બનાવી બામ્બૂમાંથી સાઇકલ
  • સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી સાઇકલ બનાવી

    સુરત :સુરતના ધોરણ-12માં ભણતાં કુશ જરીવાલાએ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરી એક એવી સાયકલ બનાવી છે. જે કોઈ પણ પ્રોફેશન સાઈકલીસ્ટને પોતાની તરફ આકર્ષી શકે છે. આમ તો કુશ કોમર્સનો વિદ્યાર્થી છે પરંતુ લોકડાઉનમાં એક વિડીયો જોઈ તેને બામ્બુની સાઇકલ બનાવવાની પ્રેરણા મળી. વીડિયોમાં એક વ્યક્તિ પ્રકૃતિની આટલી હદે નજીક હોય છે કે તેની સાઇકલ પણ બામ્બુ વાળી હોય છે. જેને જોઈ 1 મહિના સુધી કુશે રિસર્ચ કરી સાઇકલ બનાવવાની શરૂઆત કરી.
    વિદ્યાર્થીએ લોકડાઉન સમયે રિસર્ચ કરી એક ખાસ બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી


  • ગૂગલ તેમજ યુ-ટ્યૂબ જોઈ તેણે સાઇકલ બનાવવાની શરૂઆત કરી
    કુશે સાઇકલ બનાવવા માટે મહારાષ્ટ્રથી ડેન્ડોકોલામલ સ્ટોકસી બામ્બુ મંગાવ્યું છે. કારણે કે, આ ખાસ પ્રકારના બામ્બુ ખૂબ જ મજબૂત હોય છે અને ગુજરાતમાં મળતાં નથી. આ સાઈકલ 100 કિલો સુધી વજન ઉંચકી શકે છે. સાથે સાઈકલમાં જરૂર પડતી તમામ વસ્તુઓ ઓનલાઇન મંગાવી લીધી. સાઇકલ બનાવવા માટે જરૂરી પુસ્તક, ગૂગલ તેમજ યુ ટયૂબ જોઈ તેણે સાઇકલ બનાવવાની શરૂઆત કરી દીધી.
    કુશ જરીવાલાએ બામ્બૂમાંથી ફક્ત 25,000 રુપિયામાં સાયકલ બનાવી છે


  • કિંમત રૂ. 25 હજારથી પણ વધુ
    કુશે જણાવ્યું હતું કે, બામ્બુને કટ કરવા અને સાઈકલની પોઝિશનમાં સેટ કરી અરેન્જ કરવું એ સૌથી મોટી ચેલેન્જ હતી. જે સૌથી અઘરું છે. જૂટની દોરી એક ખાસ પ્રકારનો ગ્લૂ આવે છે આ બંનેના મિક્ચરથી જોડવામાં આવે છે. આ રોડ પર ખૂબ જ સરળતાથી ચાલે છે લોકો પ્રકૃતિથી જોડાય એ હેતુથી આ સાઇકલ બનાવી છે. જેની કિંમત રૂ. 25 હજારથી પણ વધુમાં પડી છે. કુશ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ આવી જ રીતે બામ્બુ સાઇકલનો બિઝનેસ કરવા માગે છે.

ABOUT THE AUTHOR

...view details