ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વાહન ખસેડતા સમયે એક હાડપિંજર મળી આવ્યું

ખટોદરા પોલીસ મથકના પાછળના ભાગે ગુનામાં જપ્ત કરવામાં આવેલા વાહનો રાખવામાં આવે છે. ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વાહન ખસેડી રહ્યા હતા તે સમયે એક હાડપિંજર મળી આવ્યું હતું. પોલીસે FSL(ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લઈને મૃતકની ઓળખ મેળવવાના પ્રયત્નો કર્યા છે.

સુરતમાં પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વાહન ખસેડતા સમયે એક હાડપિંજર મળી આવ્યું
સુરતમાં પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વાહન ખસેડતા સમયે એક હાડપિંજર મળી આવ્યું

By

Published : Mar 22, 2021, 12:47 PM IST

  • ખટોદરા પોલીસ મથકના પાછળના ભાગે ગુનામાં જપ્ત કરવામાં આવેલા વાહનો રાખવામાં આવે છે
  • ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વાહન ખસેડી રહ્યા હતા તે સમયે એક હાડપિંજર મળી આવ્યું
  • પોલીસે FSLની મદદ લઈને મૃતકની ઓળખ મેળવવાના પ્રયત્નો કર્યા

સુરત: ખટોદરા પોલીસ મથકના પાછળના ભાગે ગુનામાં જપ્ત કરવામાં આવેલા વાહનો રાખવામાં આવે છે. ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વાહન ખસેડી રહ્યા હતા તે સમયે એક હાડપિંજર મળી આવ્યું હતું. જેથી પોલીસની દોડધામ વધી ગઇ હતી. પોલીસે FSL(ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લઈને મૃતકની ઓળખ મેળવવાના પ્રયત્નો કર્યા છે.

વાહનોની વચ્ચેથી એક હાડપિંજર મળી આવ્યું

પોલીસ મથકની નજીકમાં મંદિર છે અને પાછળ BRTSનો રોડ છે. ત્યાંથી કોઈ ભિખારી કે અન્ય વ્યક્તિ મોતને ભેટી હોય શકે તેમ પોલીસ માની રહી છે. ખટોદરા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં અલગ-અલગ ગુનામાં જપ્ત કરવામાં આવતા વાહનોને મૂકવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે જે વાહનોને કબજે કરે છે તે પણ આ જ કમ્પાઉન્ડમાં રાખવામાં આવે છે. પાછળના ભાગે ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વાહનો ખસેડવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે વાહનોની વચ્ચેથી એક હાડપિંજર મળી આવ્યું હતું.

આ પણ વાંચો:સુરતનો માથાભારે શખ્સ સજ્જુ કોઠારીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી

હાડપિંજર અંદાજે 3 વર્ષ જુનું હોવાનું અનુમાન

પોલીસ મથકના કેમ્પસમાંથી હાડપિંજર મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસે ઓળખ માટે FSLની મદદ લીધી હતી. જેમાં હાડપિંજર અંદાજે ત્રણ વર્ષ જુનું હોવાનું અનુમાન થયું છે. પોલીસ મથકની નજીક જ મંદિર આવેલું છે જ્યાં ઘણા ભિખારીઓ રહે છે અને પાછળના ભાગે BRTSનો રોડ આવેલો છે. ત્યાંથી કોઈ વ્યક્તિ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં આવીને તેનું મોત થયું હોવાનું હાલ પોલીસ માની રહી છે.

આ પણ વાંચો:સુરતમાં એક દંપતી મળ્યું સળગેલી હાલતમાં

ABOUT THE AUTHOR

...view details