ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની એક નર્સે ચોકબજાર સ્થિત હોપપુલ પરથી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ - Surat Suicide News

સુરતમાં વિનસ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નર્સે ચોકબજાર સ્થિત હોપ પુલ પરથી તાપી નદીમાં કુદી આત્મહત્યા કરી હતી. જો કે નર્સે આત્મહત્યા શા માટે કરી તે અંગે કોઈ માહિતી મળી ન હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નર્સના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી તેનો મૃતદેહ શોધવામાં ભારે હાલાકી ફાયર વિભાગને પડી હતી.

સુરત
સુરત

By

Published : Jul 6, 2021, 10:34 PM IST

  • હોપ બ્રિજ પરથી નર્સે તાપી નદીમાં ઝંપલાવ્યુ
  • નર્સના મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ
  • પાણીનું વહેણ વધુ હોવાથી તેનો મૃતદેહ શોધવામાં ભારે હાલાકી

સુરત: સુરતના ચોકબજાર સ્થિત આવેલા હોપ પુલ પરથી એક મહિલાએ તાપી નદીમાં ઝંપલાવી દીધુ હતું. ત્યાં હાજર લોકોએ મહિલાને તાપી નદીમાં કુદતા જોઈ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને જોયું તો તાપી નદીમાં પાણીનું વહેણ વધુ હોવાથી મહિલાનો મૃતદેહ શોધવા ભારે જહેમત ઉઠાવી હતી. સાંજ સુધી શોધખોળ કર્યા બાદ પણ મહિલાનો મૃતદેહ મળ્યો ન હતો.

આ પણ વાંચો: સુરતમાં 62 વર્ષીય આધેડે કેન્સરની બીમારીથી કંટાળી તાપી નદીમાં કૂદકો મારી કરી આત્મહત્યા

વિનસ હોસ્પિટલની નર્સે કરી આત્મહત્યા

આત્મહત્યાનો પ્રયાસ કરનારી વિનસ હોસ્પિટલની નર્સ હોવાનું બહાર આવ્યું હતું. નર્સે બપોરે 1 વાગ્યાની આસપાસ હોપપુલ પર જઈને આત્મહત્યા કરી હતી. જો કે, તેનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. બીજી તરફ નર્સના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત કર્યો હતો. આ મામલે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details