- પોલીસ અને ટેકસટાઇલ એસો. વચ્ચે મિટીંગ યોજાયા બાદ લેવાયો નિર્ણય
- સવારે અને સાંજે 3-3 કલાક માટે અવરજવર તેમજ માલ સામાન ખાલી કરવા પર પ્રતિબંધ
- ઉધના દરવાજાથી સહારા દરવાજા સુધી રિંગરોડ બ્રિજ પરથી અવરજવર કરી શકશે
સુરતનાં રિંગરોડ માર્કેટમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મોટા વાહનો માટે જાહેરનામું બહાર પડાયું - સુરત પોલીસ
સુરત પોલીસે રીંગ રોડ માર્કેટમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા ગુડ્ઝ વાહનો, થ્રી વ્હીલ ટેમ્પો સહિતનાં ભારદારી વાહનોનાં પ્રવેશ અને અવરજવર પર સવારે 9થી 12 અને સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધીમાં બંને બાજુ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. પ્રતિબંધ દરમ્યાન વાહનો ઉધના દરવાજાથી સહારા દરવાજા સુધી રિંગરોડ બ્રિજ પરથી અવરજવર કરી શકશે.
સુરત: પોલીસે રીંગરોડ માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ભારદારી વાહનોને સવારે 9થી 12 અને સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવી દીધો છે. પ્રતિબંધ દરમ્યાન ગુડ્ઝ વાહનો ઉધના દરવાજાથી સહારા દરવાજા સુધી રિંગરોડ બ્રિજ ઉપરથી બંને બાજુ અવરજવર કરી શકશે.
માર્કેટ એરિયામાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા
સુરત શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જઇ રહી હતી. ત્યારે હવે આ સમસ્યા હલ કરવા સુરત પોલીસે એક કદમ આગળ વધાર્યું છે. સુરતમાં ટ્રાફિક પોલીસ અને સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ટેક્સટાઇલ એસોસિએશન ના વેપારીઓ સાથે મિટીંગ યોજાઇ હતી અને ત્યાર બાદ હવે માર્કેટ એરિયામાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જેમાં સુરતમાં રિંગરોડની માર્કેટમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ગુડ્ઝ વાહનોમાં થ્રી વ્હીલ ટેમ્પો, લોડીંગ રીક્ષા, વાન, છોટા હાથી, ટેમ્પો, ટ્રક, લોડિંગ ફોર વ્હીકલ્સના પ્રવેશ અને અવરજવર તેમજ માલ સામાન ખાલી કરવા સવારે 9થી 12 અને સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધીમાં બંને બાજુ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. પ્રતિબંધ દરમિયાન ગુડ્ઝ વાહનો ઉધના દરવાજાથી સહારા દરવાજા સુધી રિંગરોડ બ્રિજ ઉપરથી બંને બાજુ અવર-જવર કરી શકશે.