ગુજરાત

gujarat

ETV Bharat / city

આર્થિક તંગીના કારણે આધેડે ઘરમાં જ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા - સુરત

વરાછા વિસ્તારમાં આર્થિક તંગીના કારણે આધેડે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આધેડના આપઘાતના પગલે 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

sucide
આર્થિક તંગીના કારણે આત્મહત્યા

By

Published : Jul 8, 2020, 2:07 PM IST

સુરતઃ જિલ્લાના વરાછા વિસ્તારમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા લક્ષ્મણ સોલંકી નામના આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર, આધેડે આર્થિક તંગીના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. તેઓના આપઘાતના પગલે 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ઘરના મોભીના મોતના કારણે પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details