ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Murder Case: સુરતના મહુવામાં પ્રેમીએ અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી કરી પ્રેમિકાની હત્યા - Corpse Surat in the canal

સુરત જિલ્લાના મહુવા (Murder In Surat) તાલુકાના ખરવણ ગામે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી (a lover killed his girlfriend) મૃતદેહને નહેરમાં ફેંકી દીધી હતી. રવિવારે મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ (Corpse Surat in the canal) નહેરમાંથી મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં તમામ ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

Surat Murder Case
Surat Murder Case

By

Published : Jan 3, 2022, 7:00 AM IST

સુરત: જિલ્લાના મહુવા તાલુકાના ખરવણ ગામે ભાટ ફળીયા નજીકથી પસાર થતી નહેરમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ (Corpse Surat in the canal) મળી આવ્યો હતો. મહિલાના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખી તેના જ પ્રેમીએ હત્યા કરી (a lover killed his girlfriend) હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. હાલ પોલીસે હત્યા કરનાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતના મહુવામાં પ્રેમીએ અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી કરી પ્રેમિકાની હત્યા

રવિવારે સવારે નહેરમાંથી મળ્યો હતો મૃતદેહ

મહુવા તાલુકાના ખરવણ ગામે (Murder In Kharvan) ભાટ ફળિયામાં નજીકથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા ભીલખાડી દેદવાસણ માઇનર નહેરમાંથી રવિવારે સવારે એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના જ વિસ્તારમાં રહેતા શખ્સનો મહિલા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. તેને શંકા હતી કે મહિલાનું અન્ય વ્યક્તિ સાથે અફેર છે. આ જ શંકાને કારણે શનિવારે સાંજે તેણે મહિલા સાથે ઝઘડો કરી ધારદાર હથિયારથી માથામાં ઇજા કરી હત્યા કરી દીધી હતી અને મૃતદેહ નહેરમાં ફેંકી દીધો હતો.

પ્રેમ સંબંધ હોવાના વહેમમાં હત્યા કરાઈ

પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. બારડોલી DYSP રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. મહિલાની તેના પ્રેમીએ જ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ (love affair with another) હોવાના વહેમમાં હત્યા કરી છે.

રવિવારે સવારે નહેરમાંથી મળ્યો હતો મૃતદેહ

આ પણ વાંચો: Murder Case in Ahmedabad : ઘર કંકાશમાં તાવીજના દોરાથી ગળું દબાવી પત્નીની કરી હત્યા, પતિની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: Murder Case Anand : આણંદના સાંઈબાબા મંદિરનો પૂજારી નીકળ્યો હત્યારો

ABOUT THE AUTHOR

...view details