ગુજરાત

gujarat

સુરતમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ

By

Published : Jan 4, 2021, 9:38 AM IST

Updated : Jan 4, 2021, 10:44 AM IST

કતારગામ કાસાનગર વિસ્તારના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રી દરમિયાન લાગેલી આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટરની મદદથી આગ ઓલવવામાં આવી હતી. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

xz
xz

સુરત: કતારગામ કાસાનગર વિસ્તારના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રી દરમિયાન લાગેલી આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટરની મદદથી આગ ઓલવવામાં આવી હતી. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

ગોડાઉનની નજીક આવેલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા

સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલા કાંસાનગરમાં મોડી રાત્રે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે સ્થાનિકોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગનું સ્વરુપ વિકરાળ હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ આગ ફેલાઈ હતી. જેથી ફાયર વિભાગ દ્વારા ગોડાઉનના નજીક આવેલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા.

સુરતમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ
લાખો રૂપિયાનું નુકસાનઆગ બુઝાવવા માટે 9 ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી. સોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાની આશંકા ફાયર વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગમાં વાહનો પણ ખાખ થઈ ગયા હતા. સમગ્ર ગોડાઉનમાં માલ બળીને ખાખ થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જોકે સદ્નસીબે કોઇ જાનહાની થઇ નહોતી.
Last Updated : Jan 4, 2021, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details