ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી આગ - Surat Fire Department

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના અમનનગર પાસે પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે અફરાતફરી મચી ગઈ હતી. આગ લગતાની સાથે ધુમાડાના ગોટે ગોટા હવામાં ફેલાયા હતા. ફાયર વિભાગને જાણ કરતા થોડા જ ક્ષણોમાં ત્યાં પોંહચી ગઈ હતી.

પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી આગ
પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી આગ

By

Published : Jan 31, 2021, 4:42 PM IST

  • સુરતમાં આગની ઘટના યથાવત
  • પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી આગ
  • બે કામદારો ઇજાગ્રસ્ત

સુરતઃ ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના અમનનગર પાસે પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ત્યાં કામ કરતા બધા જ કામદારોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી આગ

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

આ આગની ઘટનામાં બે કામદારોને પગે અને હાથે ઇજા થઇ હતી. કામદારોનો દોડધામ એટલો હતી કે બે કામદારોને ખબર નહી પડી કે એમને હાથ અને પગમાં ઇજા થઇ છે. કામદારોને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બીજી કોઈ જાનહાનિ થઈ નથી.

પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી આગ

આગ લાગવાનું કારણ અકબંધ

ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધા બાદ તેને કોલિંગનું કામ હાલ ચાલી રહ્યું છે. પ્લાસ્ટિકની ફેક્ટરી હોવાથી બહાર રોડ ઉપર સફેદ પાણી બહાર આવી રહ્યું હતું. હાલ ફાયર વિભાગ, ઈલેક્ટ્રીક વિભાગે અંદર જઈને આગ લાગવાની સમીક્ષા કરી હતી. તેમ છતાં હજી આગ કઈ રીતે લાગી એ બહાર આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા હાલ આ ફેકટરીમાં ફાયર NOC હતી કે ન હતી તેની તેમજ આગ કઈ રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.

પ્લાસ્ટિકના ફોઈલસ બનાવની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી આગ

ABOUT THE AUTHOR

...view details