સુરતશહેરના ઉધના વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગર ખાતે સીટી ઇન્ડસ્ટ્રીયલમાં અચાનક આગ (Surat Industrial Factory Fire) લાગતા દોડધામ મચી જવા પામી હતી. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી એક કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોFire Case in Surat : સુરતમાં આગનો સિલસિલો યથાવત, કબૂતરો બન્યા ભોગ
સુરતની સીટી ઇન્ડસ્ટ્રીયલમાં લાગી આગસુરતના ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓમાં આગનો (Surat Industrial Factory Fire) બનાવ યથાવત છે. અઠવાડિયામાં બે ત્રણ વખત શહેરમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓમાં આગના બનાવો બનતા જઈ રહ્યા છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ ઉદ્યોગનગર ખાતે સીટી ઇન્ડસ્ટ્રીયલના ત્રીજા માળે આગ લાગી લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને ફાયર વીભાગને જાણ કરતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને એક કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
સુરતના ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓમાં આગના બનાવ યથાવત આ પણ વાંચોFire in Surat: સુરતના પલસાણાની મિલમાં લાગી ભીષણ આગ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ફાયર બ્રિગેડની લેવાઈ મદદ
કામગીરી ચાલતી હતી અચાનક લાગી આગશહેરના ઉધના વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળ સીટી ઇન્ડસ્ટ્રીયલના ત્રીજા માળે આગ લાગી હતી. જેમાં કિંગ ઇમ્પેક્સ નામની સંસ્થા છે. લેગીસ બનાવવાની કામગીરી ચાલતી હતી અચાનક આગ લાગી હતી. હાલ 8 થી 10 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. હાલ પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.