ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કર્યા

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આ વર્ષે નવરાત્રીમાં ગરબાનું આયોજન થશે નહીં. કોરોના મહામારીના કારણે એક તરફ ગરબાના આયોજન પર પ્રતિબંધ છે. ત્યારે બીજી બાજૂ સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કર્યા છે. આ ડ્રેસ PPE કીટ થકી તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે ટ્રેડિશનલ ડ્રેસનો લુક આપવામાં આવ્યો છે.

By

Published : Oct 16, 2020, 5:50 AM IST

પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ
પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ

સુરત : IDT India દ્વારા કોરોના કાળમાં પોલિપ્રપવિલીન ફેબ્રિકમાં ગરબા ડ્રેસનો લુક આપવામાં આવ્યો. આ સાથે માસ્ક સહિત દાંડિયાનો ડિસ્પોઝેબલ કવર તૈયાર કરવામાં આવ્યા છે. આ ડ્રેસની લેયરિંગ આ રીતે કરવામાં આવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખી શકાય છે.

સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કર્યા

ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે ડ્રેપ દુપટ્ટા પણ તૈયાર કરવામાં આવ્યું છે .પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસને આકર્ષણ બનાવવા માટે પેચ લગાવવામાં આવ્યા છે. આ ખાસ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસને કોવિડ હોસ્પિટલમાં આપવામાં આવશે, જેથી કોરોના કાળમાં આવતી નવરાત્રીમાં હોસ્પિટલમાં દાખલ લોકો પોતાની તકલીફ ભૂલી આનંદિત થઈ શકે.

ABOUT THE AUTHOR

...view details