- VNSGUમાં હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસ ક્રમ ફરી શરુ કરાવા માંગ
- માસ્ટર પ્રોગ્રામ MBAમાં તુરીઝમનો અભ્યાસ કરવામાં આવતો હતો
- ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તાલીમબંધ અને નિપુણ વ્યક્તિઓની જરૂર
સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કાઉન્સિલની બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સેનેટ સભ્ય મનીષ કાપડિયા દ્વારા યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ઘણા સમયથી હોસ્પીટાલિટી અને ટુરીઝમના બંધ કરવામાં આવેલા અભ્યાસક્રમને ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસક્રમ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસક્રમ ભણાવવામાં આવતો હતો. પરંતુ કોઇ કારણસર બંધ કરવામાં આવ્યું ત્યારબાદ એક પણ વખત હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યા નથી.
VNSGUમાં હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસક્રમને ફરીથી શરૂ કરવા માંગ ઉઠી VNSGUના માસ્ટર પ્રોગ્રામ MBAમાં તુરીઝમનો અભ્યાસ કરવામાં આવતો હતો
VNSGUમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સેનેટ સભ્ય મનીષ કાપડીયા દ્વારા માંગ કરવામાં આવેલા હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસક્રમ યુનિવર્સિટીના માસ્ટર પ્રોગ્રામ MBAમાં અભ્યાસ ભણાવવામાં આવતો હતો. પરંતુ કોઇ કારણસર આ અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોમાં પણ આ અભ્યાસક્રમ બંધ કરવાની ફરજ પડી હતી. અને હાલ ઘણા સમયથી હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસક્રમ ચાલુ કરવાની માંગ ચાલી રહી છે.
આ પણ વાંચોઃVNSGUમાં NSUI દ્વારા ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવાની કરાઈ માગ
ટુરિઝમ વિભાગનો 8.2% રાજ્યના GDPમાં સિંહફાળો-મનીષ કાપડીયા
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સેનેટ સભ્ય મનીષ કાપડીયા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આજે યુનિવર્સિટીના કાઉન્સિલની બેઠકમાં યુનિવર્સિટી સમક્ષ યુનિવર્સિટીમાં અને સંલગ્ન કોલેજોમાં ઘણા સમયથી હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસક્રમ બંધ કરવામાં આવેલા છે. આ અભ્યાસક્રમને ફરીથી ચાલુ કરવા માટે ઘણા સમયથી માંગ ઉઠી રહી છે. હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસક્રમના કારણે ગુજરાત રાજ્ય પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી રહ્યું છે. સમગ્ર ભારતમાં લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ગુજરાતએ 9મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. રાજ્યમાં 1600 કિલોમીટર વિશાળ દરિયાકિનારો, કચ્છનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવા ઘણા પ્રવાસન સ્થળો આવેલા છે. ગુજરાત ટુરિઝમ આશરે 20 બિલિયન US ડોલર પ્રમાણે એટલે કે 8.2% જેટલું ગુજરાતના GDPમાં સિંહફાળો ધરાવે છે. ઉપરાંત 1.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. આવા સમયે ગુજરાત બહારના પ્રવાસીઓને પ્રવાસન સ્થળોની યોગ્ય માહિતી પૂરી પાડવી તેવી પ્રતિભાવનો ખૂબ જ અભાવ છે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને યોગ્ય ગતિ મળી રહે તે હેતુથી તાલીમબંધ અને નિપુણ વ્યક્તિઓની ઘણી જરૂર છે. આવા સમયે હોસ્પીટાલિટી અને ટુરીઝમના અભ્યાસક્રમને યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ફરી ચાલુ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃSurat NSUI દ્વારા વિદ્યાર્થીઓના વિઝા અંગે વિદેશ મંત્રાલયને લખ્યો પત્ર