સુરત: સાગબારા તાલુકાના ચોપાડવાવ ગામના 100 વર્ષની વૃદ્ધા દિતુંબહેન સુરજીભાઈ વસાવા જેઓ હાલ પોતાના નાના દીકરા સાથે રહે છે, દીતુંબહેનને 6 મહિના પહેલા આંખમાં ફોલ્લી થઈ હતી, તેઓ સ્થાનિક ડોકટર પાસે જઈ દવા લીધી અને આંખમાં ખજવાળ આવતા તેઓ આંખમાં ખજવાળી નાખતા અને આંખમાંથી લોહી નીકળતું ત્યારે તેઓ આંખમાં કપડું દબાવી રાખતા અને તડકામાં જઈ બેસી જતા. તડકામાં સારું લાગતા તેઓ બપોરના સમયે તડકામાં જ સુઇ જતા.
આંખમાં પુષ્કળ ઈયળો હોવાનું જણાય આવ્યું
વૃદ્ધાની પીડા પરિવારજનોને ધ્યાને આવતા તેઓ તાત્કાલિક સ્થાનિક તબીબ પાસે લઈ ગયા હતા. જ્યાં સ્થાનિક તબીબ દ્વારા તેઓને સુરત (surat incident) જિલ્લાના માંડવી તેજસ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપાઈ હતી. પરિવારજનો તાત્કાલિક વૃદ્ધાને તેજસ હોસ્પિટલમાં લાવ્યા હતા. તેજસ હોસ્પિટલના તબીબ દ્વારા વૃદ્ધાના આંખની તપાસ કરતા આંખમાં પુષ્કળ ઈયળો હોવાનું જણાય આવ્યું હતું. તબીબે તાત્કાલિક ઓપરેશન કરીને વૃદ્ધાની આંખમાંથી 35થી 40 ઈયળો (caterpillar in eyes) કાઢી હતી, ત્યારે છેલ્લા છ મહિનાથી પીડાતી મહિલાને રાહત થઈ હતી.