ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Mothers Day Donation: મહિલાઓને સૌથી પ્રિય વાળ જ દાન આપી દીધા, સુરતની વિધાર્થિનીનો ઉમદા હેતુ - Surat hair donation

પોતાની માતાને ગર્વ કરાવવા માટે ધોરણ 12માં ભણતી સુરતની 16 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાને અતિપ્રિય 15 ઇંચ વાળ કેન્સર પીડિતને ડોનેટ (Surat Mothers Day Donation) કર્યા છે. આ વાળ કોઈ કેન્સરપીડિત માતાને ઉપયોગી બની રહે તે જ છે મુખ્ય હેતુ..

Surat Mothers Day Donation: મહિલાઓને સૌથી પ્રિય વાળ જ દાન આપી દીધા, સુરતની વિધાર્થિનીનો ઉમદા હેતુ
Surat Mothers Day Donation: મહિલાઓને સૌથી પ્રિય વાળ જ દાન આપી દીધા, સુરતની વિધાર્થિનીનો ઉમદા હેતુ

By

Published : May 8, 2022, 7:03 PM IST

સુરત : રવિવારે મધર્સ હોય આ દિવસે લોકો માતૃત્વ (Surat Mothers Day)ને પોતાની રીતે અભિવાદન કરતા હોય છે ત્યારે પોતાની માતાને ગર્વ કરાવવા માટે ધોરણ 12માં ભણતી સુરતની 16 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાને અતિપ્રિય 15 ઇંચ વાળ કેન્સર પીડિતને ડોનેટ (Surat Mothers Day Donation) કર્યા છે. આ વાળ કોઈ કેન્સરપીડિત માતાને ઉપયોગી બની રહે તે તેની ઈચ્છા છે.

Surat Mothers Day Donation: મહિલાઓને સૌથી પ્રિય વાળ જ દાન આપી દીધા, સુરતની વિધાર્થિનીનો ઉમદા હેતુ

આ પણ વાંચો:Thalassemia Day 2022: એકવાર કરી જુઓ તમારું દાન બે વ્યક્તિનું જીવન બચાવી શકશે

સ્ત્રી માટે વાળ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને લાંબા વાળ દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે, કારણ કે આ તેની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. બીજી બાજુ વાળનું ન હોવું એ કેટલું પીડાદાયક હોય છે, આ વાત માત્ર કેન્સરપીડિત જ જાણી શકે છે. રવિવારે મધર્સ ડેની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવશે, પરંતુ સુરતની 16 વર્ષીય કનિષ્કાએ મધર ડે પહેલા પોતાની માતાને ગૌરવાન્વિત કરવા માટે એક અનોખી પહેલ (Surats student new step) કરી છે. તેણે પોતાના 15 ઇંચ જેટલા વાળ દાન કર્યા છે. જેથી કેન્સરપીડિત માટે તેના વાળ ઉપયોગી બની રહે.

Surat Mothers Day Donation: મહિલાઓને સૌથી પ્રિય વાળ જ દાન આપી દીધા, સુરતની વિધાર્થિનીનો ઉમદા હેતુ

આ પણ વાંચો:વડોદરાનું સોખડા હરિધામ મંદિર ફરી એકવાર વિવાદ, હરીપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસે જ હોબાળો

કનિષ્કા જૈને જણાવ્યું હતું કે, અનેક માતાઓ છે જે કેન્સર પીડિત છે. તેમની સારવાર દરમિયાન તેઓ વાળ ગુમાવી દેતા હોય છે. મધર્સ ડેના ઉપલક્ષ્યમાં હુંએ વિચાર કર્યું કે, હું મારા પ્રિય વાળને દાન કરી (Surat hair donation) કોઈ કેન્સર પીડિત માટે ઉપયોગી બની શકું. મારી ઈચ્છા છે કે, મારા વાળ કોઈ કેન્સર પીડિત માતા માટે ઉપયોગી બની રહે.

Surat Mothers Day Donation: મહિલાઓને સૌથી પ્રિય વાળ જ દાન આપી દીધા, સુરતની વિધાર્થિનીનો ઉમદા હેતુ

ABOUT THE AUTHOR

...view details