સુરત: દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં પોખરણ ગામે આવેલી આશ્રમ શાળા નજીક સોનગઢ ડેપોની ST બસ કુશલગઢથી ઉકાઈ જતી હતી તે દરમિયાન ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન એક ટેમ્પો પણ આ બંને વાહનો સાથે અથડાતા ટ્રીપલ અકસ્માત સર્જાતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં ST બસ, ટેન્કર અને જીપ વચ્ચે ટ્રીપલ અકસ્માતમાં 9ના મોત - gujaratpolice
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં પોખરણ ગામ નજીક આશ્રમશાળા પાસે ST બસ, ટેન્કર અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે.
etv bharat
આ અકસ્માતમાં ત્રણેય વાહનોના ડ્રાઈવર સહિત 9 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 24 ઇજાગ્રસ્તોને સારવાર માટે સોનગઢ તેમજ વ્યારા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બસ તેમજ ટેમ્પો ટ્રેકસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગોઝારા અકસ્માત બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત સ્થાનિક વાહન ચાલકો પણ મદદમાં જોડાયા હતા.