- એક સાથે કુલ 75 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી
- ત્યાગના ઇતિહાસમાં દાનધર્મનો પણ નવો ઇતિહાસ
- સંઘોનુ અદભુત સંકલન
સુરત: દીક્ષા નગરી સુરતમાં મહિલા, પુરુષો અને બાળકો મળીને એક સાથે કુલ 75 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી (75 to take diksha in Surat) હતી. આ એક ઐતિહાસિક ક્ષણે વધુ એક ઇતિહાસ સર્જાયો હતો. આજ રોજ અનેક વિનંતીમાંથી અધ્યાત્મ સમ્રાટ ગુરુદેવના આગામી ચાતુર્માસની શાંતિ સંયમ જૈન સંઘ, શાંતિનગર અમદાવાદમાં નિર્માણાધિન વિશાળ સંકુલનો હાડેચાના દાનવીર પરિવારે 52 કરોડ (52 crore donation by gujarati industrialist)માં લાભ લઇ ઇતિહાસ સર્જ્યો છે.
ત્યાગના ઇતિહાસમાં દાનધર્મનો પણ નવો ઇતિહાસ
અમદાવાદ ખાતે નિર્માણાધિન એક વિશાળ શ્રાવક- શ્રાવિકા આરાધના ભવન યુક્ત વિશાળ સંકુલનાં આજના દિવસે લાભ અપાયા હતા. સંકુલના સંપુર્ણ લાભાર્થીનો લાભ 52 કરોડ (52 crore donation by gujarati industrialist)ની ઐતિહાસિક રકમથી હાડેચાનિવાસી બાબુલાલજી મિશ્રીમલજી ભગાજી ભંસાલી પરિવારે લીધો હતો. ભંસાલીજી એન્જીનીયરિંગ પોલીમર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર છે. વિશાળ સંપૂર્ણ સંકુલનો 51 કરોડમાં તથા ભોજનશાળાનો 1 કરોડ 8 લાખમાં રેખાબેન કાનુન્ગોની દીક્ષા નિમિત્તે એક જ પરિવાર દ્વારા લાભ લેવાયો તેથી જાણે સર્વસંગના ત્યાગના ઇતિહાસમાં દાનધર્મનો પણ નવો ઇતિહાસ (a new history of charity in surat)ઉમેરાયો હતો. ભંસાલી પરિવારનું શાંતિ કનક -અધ્યાત્મ પરિવારે ભાવભીનું બહુમાન કરી અનુમોદના કરી હતી.