- મનપાની તિજોરી ખાલી થઇ રહી છે
- બીજી તરફ 5 કરોડના ખર્ચે મેયરનો બંગલો તૈયાર
- બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા
સુરત: એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે, તો બીજી તરફ મેયરના બગલા પાછળ 5 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. શહેરના પ્રથમ નાગરિક મેંયરના અલાયદા નિવાસ સ્થાન તરીકે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ થઇ છે. 4.83 કરોડના ખર્ચે મેયર બંગલો તૈયાર થઇ ચૂક્યો છે. આ પૈકી બંગલાના સુશોભન પાછળ સવા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ સરકારી બંગલામાં રહેવા નહીં જાય
સ્થાયી સમિતિએ 2017માં ઠરાવ કરી મેયર બંગલોના નિર્માણને મંજૂરીની મહોર મારી હતી
ઉધના-મગદલ્લા રોડ પર ભટાર ચાર રસ્તા નજીક આવેલા બ્રેડલાઈનર સર્કલ પાસે મેયરના બંગલાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5,983 ચો. મીટર એટલે કે 64,377 ચો.ફૂટ ક્ષેત્રફળમાં 6 બેડરૂમ સાથેનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના પ્રથમ નાગરિક એવા મેયરને દાયકાઓની પ્રતીક્ષા બાદ સતાવાર નિવાસ સ્થાન મળ્યું છે. લાંબા સમયથી સુરત સિટીના મેયર માટે પણ સતાવાર નિવાસ સ્થાન બનાવવામાં આવે તે અંગે હલચલ થઇ રહી હતી. આખરે સ્થાયી સમિતિએ ઓક્ટોબર 2017માં ઠરાવ કરી મેયર બંગલોના નિર્માણને મંજૂરીની મહોર મારી હતી.