- સુરતના ઉધના વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવકની હત્યા
- 4 આરોપીઓએ યુવકને ઢોર માર મારતા યુવકનું થયું મોત
- આરોપીઓએ યુવકની હત્યા કરી તેના મૃતદેહને પાંડેસરામાં આવેલા પ્રેમનગર ખાડી પરથી નીચે ફેંક્યો હતો
સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં આવેલા (Murder in Surat) સાંઈબાબાના મંદિર પાસે ઈંડાની લારી ઉપર જૂની અદાવતમાં (Murder in an old feud in Udhana) ચાર શખ્સોએ એક યુવકને લાકડાના ફટકા મારી હત્યા કરી હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને પાંડેસરાની એક ખાડીમાં ફેંકી (The body of the youth was found from Pandesara area) દેવાઈ હતી.
4 આરોપીઓએ યુવકને ઢોર માર મારતા યુવકનું થયું મોત આ પણ વાંચો-Double Murder Case: અરવલ્લીમાં પ્રેમ પ્રકરણમાં થઈ માતા પુત્રની હત્યા
યુવકનો મૃતદેહ પ્રેમનગર ખાડી પાસેથી નહેરમાં મળ્યો હતો
આ અંગે મળતી માહિતી અનુસાર, સાંઈબાબા મંદિર પાસે ઈંડાની લારી ઉપર જૂની અદાવતમાં ચાર શખ્સોએ સચીન નામના યુવકની ઢોર માર મારી હત્યા (Murder in Surat) કરી હતી. ત્યારબાદ આરોપીઓએ યુવકના મૃતદેહને પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગર ખાડી પરથી નીચે નહેરમાં ફેંકી દીધો (The body of the youth was found from Pandesara area) હતો. આ બાબતની જાણકારી એક જાગૃત નાગરિકે પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તો પોલીસે મૃતદેહને બહાર કાઢવા ભેસ્તાન ફાયર વિભાગની મદદ લીધી હતી. અત્યારે ઉધના પોલીસે (Udhana police) મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી.
જૂની ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, મૃતક સચીન અને ઉધના વિસ્તારના ભાઉસિંગની ગેંગના સાગરીતોઓએ કરી (Dispute with Sagarito of Bhausing's gang) યુવાનની હત્યા એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ પેહલા પણ સચીન સાથે કોઈક કારણોસર આ ગેંગ વચ્ચે ઝઘડો થયો હતો. સચીન ઉધના વિસ્તારમાં આવેલ સાઈબાબા મંદિર પાસે વિજયનગર સોસાયટીમાં રહે છે. મૃતક સચીન ઉધના વિસ્તારનો માથા ભારે રાહુલનો સબંધી હોવાનું બહાર આવ્યું છે.આ અસામાજિક તત્વોના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.હાલ તો ઉધના પોલીસ હત્યા કરાયેલો મૃતદેહનો કબ્જો લઈ આરોપી ઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો-Murder in Dwarka : થોડા દિવસ અગાઉ થયેલા ઝઘડાનું ઝેર રાખી એક વ્યક્તિની હત્યા કરનારા 2 આરોપીની ધરપકડ
હત્યા કરી લાસને ખાડી ઉપરથી નહેરમાં ફેંકી દેવામાં આવી હતી
ઉધના પોલીસ સ્ટેશનમાં (Udha police station) 27 નવેમ્બરે એક હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, જે બનાવમાં ઉધના દર્શનબાગ સોસાયટી પાસે આવેલા સાઈબાબા મંદિર પાસે આવેલા ઈંડાંની લારી પાસે ભોગ બનનારા સચીન પપ્યા પાટીલને મોહોન સિંગ, કાલુસિંગ, ગુરુદીપ અને સીબ્બા માલિયા નામના શખ્સોએ જૂની અદાવતમાં તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પીડિત પર લાકડાના ફટકા અને પથ્થર જેવા હથિયારથી હુમલો થયો હતો. હાલમાં આ ગુનાની તપાસ દરમિયાન મોહન સિંગ અને કાલુ સિંગ નામના બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.તથા અન્ય બીજા બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.