- પ્રથમ કિસ્સો: કોરોના રસીકરણ બાદ પણ કોરોના પોઝિટિવ
- મુખ્ય કચેરીના વિકાસ વિભાગના ત્રણ ઈજનેરોને થયો કોરોના
- મુખ્ય કચેરી સાત દિવસ માટે બંધ
સુરત: જિલ્લાના મહાનગરપાલિકાના ત્રણ ઈજનેરે કોરોનાની રસી લીધી હતી, પરંતુ બે ઈજનેરે રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. તકેદારીના ભાગરૂપે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. એક ઈજનેરના જણાવ્યા મુજબ, ઈલેક્શન ડ્યુટીમાં ચેપ લાગ્યો હોવાનું જણાવે છે. બીજો ડોઝ 3 માર્ચે લીધો હતો, પરંતુ ચાર દિવસ બાદ ખાંસી અને ગળામાં ઈન્ફેક્શન લાગતાં ઈજનેરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો:સુરતમાં કોરોના સંક્રમણ વધતા દર શનિ-રવિ મોલ અને સિનેમા બંધ
ડ્યુટીમાં ચેપ લાગ્યો હોવાનું અનુમાન
બીજો ડોઝ લે તે પહેલા પોઝિટિવ આવ્યા હોવાનો રિપોર્ટ ઈજનેરને મળ્યો હતો. આ ઈજનેરે 8 ફેબ્રુઆરીના રોજ વેક્સિન લીધી હતી, પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રીજા કેસમાં ઈજનેરે 1 ફેબ્રુઆરીએ પહેલો ડોઝ લીધો હતો, જ્યારે બીજી માર્ચે બીજો ડોઝ લીધો હતો, પરંતુ પાંચમા દિવસે સુખી ખાંસી આવતા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ઈલેક્શન ડ્યુટીમાં ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો:અમદાવાદમાં રેસ્ટોરન્ટ્સ અને બજારોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન ન થતાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી
ત્રણથી છ સપ્તાહ દરમિયાન માનવ શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે
આ સમગ્ર બાબતે સુરત સિવિલ હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર ડો. અમિત ગામીએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન લીધાના ત્રણથી છ સપ્તાહ દરમિયાન માનવ શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે. જેથી જરૂરી નથી કે ડોઝ લીધા પછી કોરોના ન થાય.
પ્રથમ કિસ્સો: કોરોના રસીકરણ બાદ પણ કોરોના પોઝિટિવ