- સુરત ફાયર વિભાગની કમાગીરી
- 2 શોપિંગ કોમ્પ્લેક્સને 3- 3 વખત નોટિસ આવામાં આવી હતી
- રાજપોઈંટ અને રાજ ઓરિયન્ટ શોપિંગ કોમ્પેલેક્સને સીલ મારવામાં આવ્યું
સુરતઃ તક્ષશિલા અગ્નિ કાંડ બાદ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે અને જે લોકો પોતાના કોમ્પલેક્સ, હોટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ કે પછી કોલેજો હોય બધે જ ફાયર સેફટીને લઈને કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને જે લોકો ફાયર સેફટીને લઈને બેદરકારી રાખે છે તેમની શોપિંગ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવી રહ્યું છે. તેજ રીતે અડાજણ ફાયર વિભાગ દ્વારા અડાજણ અને રાંદેરની 2 શોપિંગ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે રાજપોઈંટ શોપિંગ કોમ્પ્લેક્સને 3 વાર નોટિસ આપવામાં આવી હતી. તેમાં 78 દુકાનો છે અને 3 હોસ્પિટલ છે. જોકે હોસ્પિટલમાં જ્યાં સુધી દર્દી છે ત્યાં સુધી સીલ નથી માર્યું પણ દર્દી ગયા બાદ સીલ મારવામાં આવશે અને રાજ ઓરિયન્ટ શોપિંગ કોમ્પલેક્સ છે જેમાં 25 દુકાન અને 1 હોસ્પિટલ છે. એક ક્લાસીસ પણ છે તેને પણ સીલ મારવામાં આવ્યું. આ કોમ્પલેક્સને પણ 3 વખત નોટિસ આપવમાં આવી હતી.
ફાયર સુવિધા અપૂરતી હોવાને કારણે કોમ્પલેક્સ સીલ કરાયા
સુરત અડાજણ ફાયર વિભાગ દ્વારા અડાજણ અને રાંદેરની 2 શોપિંગ કોમ્પ્લેક્સને ફાયરના સાધનોની અપૂર્તિ હોવાને કારણે સીલ મારવામાં આવ્યું હતું. જોકે ફાયર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે 3-3 વાર નોટિસ આપ્યા બાદ પણ ફાયરના સાધનો વસાવવામાં નહીં આવતા 2 કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા છે.