- કાશ્મીર થી કન્યાકુમારી સુધીનું 3500 થી વધુ કિલોમીટરનું અંતર સાઈકલ પર કાપશે
- વિહાર પરીખે 24 સપ્ટેમ્બરનાં રોજ જમ્મુ કાશ્મીરથી તેના સફરની શરૂઆત કરી
- વિહાર એક મહિનામાં 1900 કિલોમીટર જેટલું અંતર કાપી ચુક્યો છે
સુરત : મૂળ અમદાવાદનો રહેવાસી વિહાર પરીખે 24 સપ્ટેમ્બરના રોજ સાઈકલ ઉપર જમ્મુ કાશ્મીર થી તેના સફરની શરૂઆત કરી હતી. તે કાશ્મીર થી કન્યાકુમારી સુધીનું 3500 થી વધુ કિલોમીટરનું અંતર સાઈકલ પર કાપવાનો છે. 24 સપ્ટેમ્બરે તેણે તેના આ સફરની શરૂઆત કરી હતી અને ગઇકાલે સુરત આવી પહોંચ્યો હતો. તે રોજ સાંજે 7 વાગ્યા સુધી જ સાઈકલિંગ કરે છે અને પેટ્રોલપંપ, ધાબા જેવા સુરક્ષિત સ્થળોએ રોકાણ કરે છે.
ગુગલ મેપને બદલે હવે લોકલ ડાયરેક્શન પ્રમાણે સફર ખેડે છે
વિહાર પરીખે જણાવ્યું હતું કે, એક દિવસમાં લોગેસ્ટ રાઈડ કુરુક્ષેત્ર થી દિલ્હીની 220 કિલોમીટરની કરી છે. શરૂઆતમાં ગુગલ મેપ સહારે જ સફર કરતો હતો. પરંતુ બે ત્રણ વખત થોડા ખરાબ અનુભવ થયા હતા. જેમાં ઉદયપુર હાઈવે પાસે 30-40 કિલોમીટર ખરાબ રસ્તા ઉપર જતો રહ્યો હતો અને એટલું જ અંતર પરત આવવા ફરીથી કાપવું પડયું હતું અને તેનો એક દિવસ તેમાંજ બગડી ગયો હતો. જેને લઇને હવે તે ગુગલ મેપ કરતાં લોકલ ડાયરેક્શન ઉપર વધારે ભાર મૂકીને આગળ વધી રહ્યો છે.