- DNH પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
- 4 પક્ષો વચ્ચે જામ્યો હતો ચૂંટણ જંગ
- શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો વિજય
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) માં અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર 30મી ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેમાં શિવસેનાના ઉમેદવાર અને સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરનો 50677 મતોની સરસાઈથી જંગી વિજય થયો છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીમાં તમામ રાઉન્ડમાં તેઓ આગળ રહ્યા હતા.
DNH પેટા ચૂંટણીમાં શિવસેનાએ રચ્યો ઇતિહાસ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 2જી નવેમ્બરે લોકસભાની પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરીમાં શિવસેનાના કલાબેન ડેલકરે 116834 મત મેળવી 50677 જેટલા જંગી મતની લીડથી વિજય મેળવ્યો છે. દાદરા નગર હવેલીના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર શિવસેનાના ઉમેદવારે આટલાં જંગી મતથી વિજય મેળવી ભાજપ-કોંગ્રેસને હાર આપી ઇતિહાસ રચ્યો છે.