- દાદરાનગર હવેલીના સેલવાસમાં આરોગ્ય વિભાગે (Health Department) પાડ્યા દરોડા
- આરોગ્ય વિભાગે (Health Department) નરોલી ગામમાંથી 400 કિલો નકલી પનીર સાથે એક આરોપીને ઝડપ્યો
- બજારમાં સસ્તા ભાવે પનીર મળતા આરોગ્ય વિભાગને (Health Department) થઈ હતી શંકા
સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના (Union Territory of Dadarnagar Haveli and Daman-Diu) આરોગ્ય વિભાગે (Health Department) સેલવાસમાં સપાટો બોલાવી દીધો હતો. અહીં આરોગ્ય વિભાગે (Health Department) નરોલી ગામના (Naroli Village) એક ઘરમાં તપાસ કરી હતી. જ્યાંથી દૂધ પાઉડર (Milk powder), કપાસિયા તેલ (Cottonseed oil) અને કેમિકલનું મિશ્રણ (A mixture of chemicals) કરી નકલી પનીર બનાવતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે આરોપી પાસેથી 400 કિલો જેટલું નકલી પનીર (Fake cheese) જપ્ત કર્યું હતું. આરોગ્ય વિભાગને (Health Department) મળેલી વિગતો મુજબ, આ આરોપી દર મહિને 12,000 કિલો નકલી પનીર વિવિધ દુકાનોમાં સપ્લાય કરતો હતો.
એક ઘરમાં દરોડા પાડતા સમયે ફેક્ટરીનો પર્દાફાશ થયો
દાદરાનગર હવેલીમાં દરેક ડેરીની દુકાનમાં પૂરતી માત્રામાં અને સસ્તા દરે પનીર મળી રહેતું હોવાથી આરોગ્ય વિભાગને શંકા ગઈ હતી. તેના આધારે આરોગ્ય વિભાગે એક ઘરમાં દરોડા પાડી નકલી પનીરની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. તો આરોગ્ય સાથે ચેડાં કરતા આરોપી પાસેથી આરોગ્ય વિભાગની ટીમે 400 કિલો નકલી પનીર પણ કબજે કર્યું હતું. તો આ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરોલી ગામમાં એક ઘરમાં ચેકીંગ કરતા કારખાનું ઝડપાયુું
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવના હેલ્થ ડાયરેકટર વી. કે. દાસની ટીમે (Union Territory of Dadra Nagar Haveli and Daman Divna Health Director V. That. Das) સેલવાસના નરોલી ગામમાં એક ઘરમાં ચેકીંગ કર્યું હતું. તે દરમિયાન આરોગ્ય વિભાગે 400 કિલો નકલી પનીર સાથે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમના ધ્યાને આવ્યું હતું કે, સેલવાસમાં હાલ મોટી માત્રામાં દરેક ડેરીમાં પનીર વેચાઈ રહ્યું છે, જે બજાર ભાવ કરતા ઘણું સસ્તું છે. આ વિગતો મેળવ્યા બાદ તેમની અલગ અલગ ટીમે પ્રદેશમાં વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી, જે અંતર્ગત નરોલી ગામે એક ઘરમાંથી 400 કિલો નકલી પનીર સાથે એક આરોપીની સામે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.