ગુજરાત

gujarat

ETV Bharat / city

સંઘપ્રદેશમાં સુરક્ષિત રહેવું હોય તો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરો: સી.આર.પાટીલ - Enlightened Citizen Convention Selvas

દાદરા નગર હવેલીમાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉપસ્થિત સી.આર.પાટીલ અને અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મોદી સરકારે કોરોના મહામારીમાં મૃત્યુ પર કન્ટ્રોલ કરી દેશમાં એકપણ નાગરિકને ભૂખથી મરવા નથી દીધો. સંઘપ્રદેશ (Union Territory) માં જે વિકાસ થયો છે તે ભાજપના શાસનમાં થયો છે. સંઘપ્રદેશના લોકોએ સુરક્ષિત રહેવું હોય, ડરથી બહાર નીકળવું હોય, ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરો તેવું આવા્હન કર્યું હતું.

gujarat silvassa patil
gujarat silvassa patil

By

Published : Oct 24, 2021, 9:26 AM IST

  • સેલવાસમાં ભાજપનો ચૂંટણી પ્રચાર
  • મતદારોને રીઝવવા પ્રબુદ્ધ નાગરિક સંમેલન
  • સંમેલનમાં શિવસેનાના ઉમેદવાર પર આકરા પ્રહારો

દાદરા નગર હવેલી: પેટા ચૂંટણીમાં ભાજપને મત મળે તે માટે સેલવાસમાં દેવકીબા મોહનસિંહજી કોલેજ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન (Enlightened Citizen Convention) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના સી.આર.પાટીલ (C R Patil), અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) મોદી સરકારની વિકાસની ગાથા રજૂ કરી ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોને ભાજપના ઉમેદવારને વિજયી બનાવી સંઘપ્રદેશ (Union Territory) ના વિકાસમાં સહભાગી થવા જણાવ્યું હતું. તેમજ શિવસેનાના ઉમેદવાર પર પ્રહારો કર્યા હતાં.

સંઘપ્રદેશમાં સુરક્ષિત રહેવું હોય, ડરથી બહાર નીકળવું હોય તો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરો: સી.આર.પાટીલ

સંઘપ્રદેશનો વિકાસ ભાજપના શાસનમાં થયો: પાટીલ

સંમેલનમાં ઉપસ્થિત સી.આર.પાટીલ (C R Patil) અને અશ્વિની વૈષ્ણવે શિવસેનાના ઉમેદવાર પર આકરા પ્રહારો કરી મોદી સરકારની વિકાસની ગાથા રજૂ કરી હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મોદીના શાસનમાં વિદેશમાં ભારતીયોનું સન્માન વધ્યું છે. નરેન્દ્ર મોદીએ દેશની નામના વધારી છે. ભારત વિકસિત દેશોથી પાછળ નથી તે અહેસાસ કરાવ્યો છે. કોરોના સમયમાં સમૃદ્ધ દેશો પણ કોરોના સામે ઝૂકી ગયા ત્યારે મોદીએ કોરોના મહામારીમાં મૃત્યુ દર પર કન્ટ્રોલ કર્યો છે. ભૂખમરાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું.

સંઘપ્રદેશમાં સુરક્ષિત રહેવું હોય, ડરથી બહાર નીકળવું હોય તો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરો: સી.આર.પાટીલ

ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ રાખો: પાટીલ

પાટીલે વધુમાં જણાવ્યું કે, પ્રદેશના લોકોએ વિચારવું જોઈએ કે, ભાજપના શાસનમાં જે વિકાસ સંઘપ્રદેશ નો થયો તે બીજા શાસનમાં કેમ નથી થયો ? જે લોકો ચૂંટાઈને આવ્યા તેમણે ગરીબોને ઉલઝાવવાનું કામ કરી પોતાનો વિકાસ કર્યો છે. ડરનો માહોલ ઉભો કર્યો છે. જો સંઘપ્રદેશ નો વિકાસ કરવો હોય અહીંના ઉદ્યોગોનો વિકાસ કરવો હોય, રોજગારી મેળવવી હોય, ઉદ્યોગોને અન્યત્ર જતા રોકવા હોય, સુરક્ષિત રહેવું હોય, ડરથી બહાર નીકળવું હોય તો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ રાખો અને ભાજપના ઉમદેવાર મહેશ ગાંવીતને આ ચૂંટણીમાં મત આપી વિજય બનાવો.

સંઘપ્રદેશમાં સુરક્ષિત રહેવું હોય, ડરથી બહાર નીકળવું હોય તો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરો: સી.આર.પાટીલ

આ પણ વાંચો: C.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

નરેન્દ્ર મોદીએ તેમનું એક એક વચન જમીન પર ઉતાર્યું છે: અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) જણાવ્યું હતું કે, મહેશ ગાંવીતના નેતૃત્વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શાંતિ રહેશે, ભયનું વાતાવરણ સમાપ્ત થશે. કોઈએ ડર રાખવાની જરૂર નહિ પડે. હિન્દુત્વ શું છે. રાષ્ટ્ર સેવા શું છે. તે ભાજપને શીખવાડવાની જરૂર નથી. ભાજપ જે રીતે શિવસેના પર આતંક મચાવનારા પક્ષના આક્ષેપો કરે છે તેવા જ આક્ષેપો શિવસેના ભાજપ પર કરતી હોવાના સવાલના જવાબમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેટલાક લોકો માત્ર વાતો કરે છે. જ્યારે કેટલાક લોકો કામ કરે છે. ભાજપ પોતાના વચનોને નિભાવી સપનાઓ સાકાર કરે છે. નરેન્દ્ર મોદીએ તેમનું એક એક વચન જમીન પર ઉતાર્યું છે.

આ પણ વાંચો: દાદરા નગર હવેલીમાં લોકસભા પેટા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્રનું કર્યું વિમોચન

મતદારોને રીઝવવા વાલી સંમેલન-પ્રબુદ્ધ નાગરિક સંમેલન

ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં સંત સંમેલનો કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. તેવો પ્રયાસ દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ભવ્ય વિજય મળે તે માટે કર્યો હતો. જેમાં શાળા કોલેજના વાલીઓને એકત્ર કરી ભાજપ તરફી મતદાન કરવા વાલી સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલનને નેજ હેઠળ ચૂંટણી પ્રચાર કર્યો હતો.

  • કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 30 મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી છે. જેને ધ્યાને રાખી ભાજપ દ્વારા 17 મી ઓક્ટોબરે ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં પ્રદેશના તમામ મુખ્ય મુદ્દાઓને આવરી લઈ તે મુજબ જીત મેળવ્યા બાદ કામ કરી લોકોને ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે તેવું કેન્દ્રીય રેલવે પ્રધાન અને ચૂંટણીના પ્રભારી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details