ગુજરાત

gujarat

ETV Bharat / city

world disable day 2021: જીવનના અનેક પડકારો ઝીલી ભારતનું નામ રોશન કરનાર દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂટી વિશે જાણો...

કહેવાય છે કે, જીવનમાં (world disable day 2021) જો દ્રઢ સંકલ્પ કરો તો કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી (International Day of Persons with Disabilities 2021) શકાય છે, જેને સાબિત કરી બતાવ્યું છે પોરબંદર નજીકના બેરણ ગામના દિવ્યાંગ ક્રિકેટર ભીમા ખૂટીએ ( crippled player Bhima khuti) 30 જેટલી નેશનલ સિરીઝ અને ચાર ઇન્ટરનેશનલ સિરીઝ રમેલ દિવ્યાંગ ક્રિકેટર અને ગુજરાત વ્હીલચેરના કપ્તાન (Captain of Gujarat Wheelchair Cricket Team) અનેક લોકોની પ્રેરણા બન્યા છે.

world disable day 2021: જીવનના અનેક પડકારો ઝીલી ભારતનું નામ રોશન કરતા દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂટી
world disable day 2021: જીવનના અનેક પડકારો ઝીલી ભારતનું નામ રોશન કરતા દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂટી

By

Published : Dec 3, 2021, 1:40 PM IST

  • બાળપણમાં જ ક્રિકેટ માટે ઘર છોડ્યું
  • હાલ ગુજરાતની વીલચેર ક્રિકેટ ટિમના કપ્તાન છે
  • 30 જેટલી નેશનલ અને 4 ઇન્ટરનેશનલ સિરીઝ રમી ચુક્યા છે

પોરબંદર: પોરબંદર નજીક બેરણ (world disable day 2021) ગામમાં જન્મેલ ભીમા ખૂટીનું(crippled player Bhima khuti) જીવન બાળપણથી (International Day of Persons with Disabilities 2021) જ સંઘર્ષમય છે, એક વર્ષની ઉંમરે પોલિયોના કારણે બન્ને પગ ખોયા હતા, અને નોર્મલ બાળકો સાથે જ્યારે તેઓ સ્કૂલમાં જતા ત્યારે જમીન પર ઢસડાઇને સ્કૂલે જતા તેમને ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ ત્યારથી જ સંકલ્પ કર્યો કે જીવનમાં કંઈક કરી બતાવવુ છે, ભીમાભાઈના પિતા રેડિયો પર ક્રિકેટ કૉમેન્ટરી (Cricket commentary) સાંભળતા અને તેમાં ભીમાભાઈને ક્રિકેટનો રસ જાગ્યો અને 7 ચોપડી પાસ યુવાને ક્રિકેટ માટે ઘર છોડીને પોરબંદરમાં ક્રિકેટ શીખવા આવ્યા હતા.

world disable day 2021: જીવનના અનેક પડકારો ઝીલી ભારતનું નામ રોશન કરતા દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂટી

આ પણ વાંચો:સુરતની દિવ્યાંગ બાળકી અન્વી ઝાંઝરુકીયાએ 13 વર્ષની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો

ગુજરાતના એક માત્ર ખેલાડી ભારતની વ્હીલચેર ટિમમાં સિલેક્ટ

ઘર છોડીને પોરબંદરમાં આવેલ ભીમાભાઈને અનેક લોકોનો સપોર્ટ મળ્યો, અને 2014માં આગ્રામાં યોજાનારી ભારતની વ્હીલચેર ટિમમાં સિલેક્શન થવા માટે સતત ચાર મહિના સુધી તનતોડ મહેનત કરી, અને ગુજરાતના એક માટે વ્હીલચેર ખેલાડી ભારતની વ્હીલચેર ટિમમાં સામેલ થયા અને વાઇસ કપ્તાન તરીકેનું બિરુદ (Captain of Gujarat Wheelchair Cricket Team) પણ મળ્યું. આમ સફળતાની શરૂઆત થઈ અને હાલ સુધીમાં 30 જેટલી નેશનલ સિરીઝ અને ચાર ઇન્ટરનેશનલ સિરીઝમાં રમી અને જીત હાંસલ કરી છે, જેમાં નેપાળ બાંગ્લાદેશ, મલેશિયા તથા પાકિસ્તાન જેવાં દેશ સામે રમી સફળતા મેળવી છે.

world disable day 2021: જીવનના અનેક પડકારો ઝીલી ભારતનું નામ રોશન કરતા દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂટી

નોર્મલ ક્રિકેટરોની જેમ દિવ્યાંગ ક્રિકેટરોને પણ પ્રોત્સાહન મળે તેવી આશા

ક્રિકેટ રમતમાં અનેક કંપનીઓ દ્વારા પ્રોત્સાહન મળતું હોય છે, પરંતુ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટિમને (wheelchair cricket team India) પણ નોર્મલ ક્રિકેટરોની જેમ પ્રોત્સાહન મળે તો હજુ પણ આગળ વધી શકે તેમ છે, અને હાલ ભીમા ખૂટી ગુજરાત વ્હીલચેર ટિમના કપ્તાન છે. તેઓ નવા ભાવિ ક્રિકેટરો તૈયાર કરી રહ્યા છે.

આ પણ વાંચો:Inspiration: અમદાવાદના 15 વર્ષના દિવ્યાંગ બાળકે પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી કઈ રીતે રેકોર્ડ બનાવ્યા, જુઓ

સંઘર્ષ વગર સિદ્ધિ પ્રાપ્ત ન થાય મહેનત અને વિશ્વાસથી સફડતા મેળવી શકાય

ચોપાટી ગ્રાઉન્ડ પર તેની પાસે તાલીમ લઇ રહેલ તાલીમાર્થી અબુબકરે જણાવ્યું હતું કે, દિવ્યાંગ હોવા છતાં તેઓ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આથી તેમની પાસેથી અમને પણ પ્રેરણા મળી રહી છે. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે ભીમા ભાઈએ દિવ્યાંગોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, સંઘર્ષ વગર સિદ્ધિ પ્રાપ્ત ન થાય મહેનત અને વિશ્વાસથી સફડતા મેળવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details