રાજકોટ: જયેશ કિશોર રાઠોડ નામના યુવકે મંગળવારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી (young committed suicide)લીધો હતો, જો કે યુવાનના આપઘાત બાદ તેના પરિવારજનો દ્વારા સુધા ધમેલીયા નામની મહિલા ડ્રગ્સ પેડલર પર આક્ષેપ (Woman drug peddler tortured) કરવામાં આવ્યા હતા. પરિવારના આક્ષેપો બાદ રાજકોટ યુનિવર્સિટી દ્વારા આ મામલે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો:Honeytrap case in Junagadh: જૂનાગઢ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને છોડાવ્યો, ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં
સુધા ધમેલીયા દ્વારા યુવાનને આપયો હતો ત્રાસ
સુધા ધમેલીયા નામની મહિલાનું નામ અગાઉ પણ રાજકોટમાં અનેક યુવાનોને ડ્રગ્સના ચંગુલમાં ફસાવવામાં સામે આવ્યું હતું. જયેશના આપઘાતના કારણે પાછળ પણ સુધાનું નામ સામે આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જયેશ રાઠોડ વિસ્તારમાં પાનની દુકાન ચલાવતો હતો, પરંતુ મહિલા ડ્રગ્સ પેડલર સુધાના ત્રાસના કારણે આ દુકાન બંધ કરવી પડી હતી. સુધાને શંકા હતી કે, જયેશ પોલીસનો બાતમીદાર છે, જેના કારણે અવારનવાર સુધા જયેશ સાથે ઝઘડા કરતી હતી, અંતે આ પ્રકારના ત્રાસના કારણે જયેશે આપઘાત કર્યાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો:Dhandhuka Murder Case: રાજકોટમાં રેલી દરમિયાન ટોળું હિંસક બનતા લાઠીચાર્જ થયો
પોલીસે સુધા વિરુદ્ધ નોંધી ફરિયાદ
જયેશ રાઠોડ નામના યુવકે આપઘાત કર્યા બાદ તેના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરંતુ આ અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવી નહોતી. જ્યારે સમગ્ર મામલો મીડિયા સામે આવ્યા બાદ મૃતકના પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં સુધા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ સુધા ધામેલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુધા ધામેલીયાનું નામ અગાઉ પણ ક્રિકેટરને ડ્રગ્સના રવાડે ચડાવવામાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યું છે.