- શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાનો અનેરો મહિમા
- મહાદેવ પર બીલીપત્ર ચડાવવા અંગેની માન્યતાઓ
- બીલીપત્ર ચડાવવાથી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય
રાજકોટ:9 ઓગસ્ટના રોજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે શ્રાવણ માસ કે કોઈ પણ શિવ ઉત્સવ દરમિયાન સામાન્ય રીતે શિવલિંગ પર ફૂલ ફળ, બીલીપત્ર, દૂધ, જળ, ભષ્મ, ધતુરો, મધ જેવી અનેક વસ્તું અર્પણ કરતા હોઈએ છીએ. આ બધામાં બીલીપત્રનું ખૂબ જ મહત્વ રહેલું છે. આથી શિવભક્ત બીલીપત્ર શિવલિંગ પર ચડવાનું ભુલતા નથી, ત્યારે જાણીએ કે શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાનું ખરેખરમાં શું કારણ હોઈ શકે છે.
આ પણ વાંચો :મહાદેવને પ્રિય એવું બીલીપત્ર, શું તમે જાણો છો બીલીમાં કેવા કેવા પ્રકાર હોય છે ?
બીલીપત્ર અંગેની માન્યતાઓ
1)બીલીપત્રમાં મુખ્યત્વે ત્રણ પત્તા હોય છે. આ ત્રણ પત્તા એટલે કે ત્રણ પાનની એવી માન્યતા છે કે, તેને ત્રણ ગુણો સત્વ, રજ અને તમસ સાથે સરખાવવામાં આવે છે. તેમજ તેને ત્રિદેવ (સૂરજ, પાલન અને વિનાશ)ના રૂપ પણ માનવામાં આવે છે. આ સાથે જ ઓમની ધ્વનિના ત્રણ પ્રતીક પણ માનવામાં આવે છે. આ સિવાય બીલીપત્રના ત્રણ પત્તાઓને ભગવાન ભોલેનાથની ત્રણ આંખ અથવા તેમના શસ્ત્ર એવા ત્રિશુલનું પણ પ્રતીક માનવામાં આવે છે.
2) શિવલિંગ પર દરરોજ બીલીપત્ર ચડાવવાના કારણે ભક્તોની તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે અને ક્યારેય પણ તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આ સાથે જ બીલીપત્રને પોતાના ઘરની તિજોરીમાં રાખવાથી હરહંમેશા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
3)એવું પણ કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન જે વિષ નીકળ્યું હતું, તેને ભગવાન શિવજીએ સમગ્ર સુષ્ટિને બચાવવા માટે આ વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું હતું. આ વિષના પ્રભાવના કારણે શિવજીનું કંઠ નીલા રંગનું થઈ ગયું હતું. જેના કારણે શિવજીનું શરીર ખૂબ જ ગરમ થઇ ગયું હતું અને તેમની આસપાસનું વાતાવરણ પણ ગરમ થઇ ગયું હતું. આથી, એવી પણ માન્યતા હતી કે બીલીપત્રએ વિષના પ્રભાવને ઓછું કરવા માટે રાખવામાં આવે છે. જેને લઈને તમામ દેવી દેવતાઓ દ્વારા શિવજીને આ પરિસ્થિતિમાં બીલીપત્ર ખવડાવવાનું શરૂ કર્યું હતું, તેમજ બીલીપત્ર સાથે શિવજીને ઠંડા પાડવા માટે તેમના પર જળનો અભિષેક પણ કરવા લાગ્યા હતા. આમ બીલીપત્ર અને જલના અભિષેક બાદ શિવજીનું શરીર ધીમેધીમે ઠંડું થવા લાગ્યું હતું, ત્યારથી જ શિવજી પર બીલીપત્ર અને જળનો અભિષેક કરવાની પ્રથા શરૂ થઈ છે.
આ પણ વાંચો :વડોદરામાં મહાશિવરાત્રીના રોજ ચિત્ર અને બીજમંત્રો દોરેલા 108 બીલીપત્રો શિવજીને અર્પણ કરશે
4) એક માન્યતા એવી પણ છે કે, ભીલ નામનો એક ડાકુ હતો. આ ડાકુ પોતાના પરિવારના પાલન પોષણ માટે અન્ય લોકોને લૂંટતો હતો. એવામાં એક વખત જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે આ ડાકુ રાહદારીઓને લૂંટવાના ઉદ્દેશ્ય સાથે જંગલમાં ગયો હતો. જંગલમાં તે એક વૃક્ષ પર ચડીને બેઠો હતો. એવામાં જોતજોતામાં આખો દિવસ અને રાત પણ પસાર થઈ ગયા હતા અને આ ડાકુને કોઈ શિકાર હાથ લાગ્યો નહોતો, જ્યારે આ ડાકુ જે વૃક્ષ પર ચડીને બેઠો હતો તે બીલીપત્રનું વૃક્ષ હોવાનું જાણવા મળ્યું હતું. આ ડાકુ આખો દિવસ અને રાત વૃક્ષ પર વિતાવ્યા બાદ પણ કોઈ શિકાર ન મળતા તે ચિંતામાં મુકાયો હતો અને બીલીના પત્રને તોડીને નીચે નાખવા માંડ્યો હતો. આ વૃક્ષની નીચે એક શિવલિંગ સ્થાપિત હતું. ભીલ ડાકુ જે બીલીના પત્તા તોડીને નાખી રહ્યો હતી તે શિવલિંગ પર પડી રહ્યા હતા. જે વાતથી આ ભીલ ડાકુ બિલકુલ અજાણ હતો. તેમજ તે સત્તત બીલીના પત્તાઓ શિવલિંગ પર ફેકતો રહ્યો હતો જે શિવલિંગ ઓર પડતા રહ્યા હતા. જેના કારણે શવજી પ્રસન્ન થયા હતા અને આ ભીડ ડાકુ સામે તેઓ અચાનક પ્રગટ થયા હતા. ભીલ ડાકુને ભગવાન શિવે વરદાન માંગવાનું કહ્યું, અને તેનો ઉદ્ધાર કર્યો હતો. આ ઘટના બાદ ભગવાન શિવજીને બીલીપત્ર ચડાવવાનું મહત્વ ખૂબ જ વધી ગયું હતું.