રાજકોટમાં શિયાળે મનપા દ્વારા 6 કરતા વધુ વોર્ડમાં પાણીકાપ મુકાયો
પાઈપલાઈનની કાંમગીરી ચાલતી હોવાથી એક દિવસ પાણી વિતરણ બંધ
રાજકોટમાં પાઈપલાઈનની કામગીરીને લઈ મનપા દ્વારા 6 કરતા વધુ વોર્ડમાં પાણીકાપ - રાજકોટ મનપા
રાજકોટમા ભર શિયાળે મનપા દ્વારા પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આ પાણીકાપ મનપા દ્વારા શહેરમાં પાણીની પાઇપલાઇનની કામગીરી લઈને મૂકવામાં આવ્યો હોવાનું હાલ સામે આવ્યુુું છે. રાજકોટ મનપા હેઠળના વોર્ડ નંબર 2, 3, 7, 14, 17,18 સહિતના વિસ્તારોમાં ગુરુવારે પાણીકાપ રહેશે.
મનપાના 6 જેટલા વોર્ડમાં પાણીકાપ રહેશે
રાજકોટઃ રાજકોટમા ભર શિયાળે મનપા દ્વારા પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આ પાણીકાપ મનપા દ્વારા શહેરમાં પાણીની પાઇપલાઇનની કામગીરી લઈને મૂકવામાં આવ્યો હોવાનું હાલ સામે આવ્યુુું છે. રાજકોટ મનપા હેઠળના વોર્ડ નંબર 2, 3, 7, 14, 17,18 સહિતના વિસ્તારોમાં ગુરુવારે પાણીકાપ રહેશે. જ્યારે મનપા દ્વારા દર અઠવાડિયે કામગીરી સબબ અલગ અલગ વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવતો હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે.
પાઇપલાઇનની કામગીરીને લઈ મુકાયો પાણીકાપ
ભાદર પાણી પુરવઠા યોજના અંતર્ગત નારાયણ નગર અને સ્વાતિ પાર્ક હેડવર્કસમા પાણી પહોંચાડવા માટેની મેઈન લાઈનનું ભાદર પાઇપલાઇનમાં જોડાણ તથા ભાદર પાઇપલાઇનમાંથી પુનિતનગર હેડવર્કસ માટે 450 એમ.એમ ડાયા વાલ્વ મુકવાની કામગીરી ચાલી રહી છે. જેથી તારીખ 10-12-2020ના ગુરુવારના રોજ શહેરના અલગ અલગ 6 કરતા વધુ વોર્ડમાં પાણી વિતરણ નહિ કરવામાં આવે. જેને લઈને આ વિસ્તારોમા પાણીકાપ રહેશે.
મનપાના 6 જેટલા વોર્ડમાં પાણીકાપ રહેશે
શહેરના સેન્ટ્રલઝોન હેઠળ આવતા ગુરુકુળ, ઢેબરરોડ, જ્યુબિલિ બાગ, જંકશન, લાલબહાદુર શાસ્ત્રી હેઠળ આવતા અલગ અલગ વિસ્તારોમા પાણીકાપ રહેશે. જેમાં વોર્ડ નંબર 2, 3, 7, 14, 17, 18 એમ 6 કરતાં વધારે વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ હોય અને શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીકાપની વાત આવતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.