- રાજકોટ તૌકતે વાવાઝોડાને કારણે બંધ વેક્સિનેશન કામગીરી શરૂ
- રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે
- છેલ્લી 24 કલાકમાં 21 દર્દીઓના મોત સામે આવ્યા
રાજકોટ: તૌકતે વાવાઝોડાને કારણે બંધ વેકસીનેશન કામગિરી શરૂ થતા લોકોએ હેરાનગતિ સહન કરવી પડી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકમાં 21 દર્દીઓના મોત સામે આવ્યા હતા .ત્યારે ગઈકાલે 17 દર્દીઓના મોતમાંથી 1 દર્દીનું જ કોરોનાથી મોત થયું હોવાનો ડેથ ઓડિટ કમિટીએ કર્યું જાહેર કર્યું હતું. રાજકોટમાં આજે 7,651 લોકોનું રસિકરણ કરવામાં આવ્યું. 18 થી 45 વર્ષ સુધીના 6,992 લોકોને અને 45થી વધુ ઉંમરના 659 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી.
18થી 45 વર્ષના માટે જુદા-જુદા 50 કેન્દ્રો ઉપરવેકસીનેશન કામગીરી શરૂ કરવામાં આવી
રાજકોટમાં આજથી વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 18થી 45 વર્ષના માટે જુદા-જુદા 50 કેન્દ્રો પર વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે 45થી વધુ ઉંમરના લોકો માટે 25 કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે બંધ રહેલું વેક્સિનેશન આજે શરૂ થતાની સાથે જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અને તમામ કેન્દ્રો પર કોરોનાની રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે.
આ પણ વાંચો:મારુ કંસારા વાડીમાં 400થી વધુ લોકોએ કોરોના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું
આ પણ વાંચો:ભાવનગરમાં 35 સ્થળે વેકસીનેશન શરૂ : 45 વર્ષથી વધુના લોકો જોડાયા
શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 1488 દર્દી સારવાર લઈ રહ્યા છે