- રાજકોટ ઉત્તરાયણ બની લોહિયાળ
- દોરી ગળામાં આવતા યુવાનનું થયું મોત
- ગળામાં પતંગનો દોરો ફસાતાં ગળુ કપાઇ ગયું
રાજકોટઃ જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે પણ રાજકોટમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે. જેમાં રૈયા 150 ફુટ રીંગ રોડ ટેલિફોન એક્ષચેન્જ પાસે ગળામાં પતંગનો દોરો ફસાતાં ગળુ કપાઇ જતાં એક યુવાનનું મોત નીપજ્યું છે. શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતાં 21 વર્ષના યુવાન ઉત્સવ ચેતનભાઇ વ્યાસનું મોત થયું છે.