રાજકોટઃ આજે ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat)નો તહેવાર છે. ત્યારે રંગીલા રાજકોટમાં આજે વહેલી સવારથી જ લોકો પોતાના ઘર પર - અગાસી પર પતંગ ઊડાડવાની મજા માણી રહ્યા છે. હાલમાં કોરોનાના કેસો (Corona Cases In Rajkot) પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકો કોરોના નીતિ-નિયમો (Corona Guidelines Rajkot)ને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તેવામાં રાજકોટના વિવિધ મંદિરોમાં પણ ઉત્તરાયણના પર્વ (Uttarayan Celebration In Temples In Rajkot)ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાનને કરવામાં આવ્યો પતંગનો શૃંગાર
રંગીલા રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર(swaminarayan temple rajkot)માં ખાસ ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાનને વિવિધ પતંગોનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડી હતી. ઉત્તરાયણ નિમિત્તે પતંગનો અનોખો શણગાર (kite decoration at temple in rajkot) લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રાજકોટમાં દર વર્ષે અલગ-અલગ તહેવાર નિમિત્તે ભગવાનને વિવિધ શણગાર કરવામાં આવે છે.