- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસની પ્રચાર પ્રક્રિયા શરૂ
- પેટ્રોલ-ડિઝલનાં ભાવોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મુદ્દો બનાવાયો
- 72 બેઠકો પર 293 જેટલા ઉમેદવારો ચૂંટણી જંગ ખેલશે
પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે રાજકોટમાં કોંગી ઉમેદવારોનો સાઇકલ પર પ્રચાર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ- કોંગ્રેસ સહિત, આમ આદમી પાર્ટી અને NCPએ 72 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે મનપામાં કુલ 293 જેટલા ઉમેદવારો વચ્ચે 72 બેઠકો માટે જંગ આગામી દિવસોમાં જોવા મળશે. હાલમાં તમામ પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે સાઇકલ પર પ્રચાર કરવામાં આવ્યો હતો.
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને NCPએ 72 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે મનપામાં કુલ 293 જેટલા ઉમેદવારો વચ્ચે 72 બેઠકો માટે જંગ આગામી દિવસોમાં જોવા મળશે. હાલ ઉમેદવારી ફોર્મ ભરાવા સહિતની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાથી તમામ પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક ઉમેદવારો દ્વારા અનોખો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.
કોંગ્રેસના ઉમેદવારો સાયકલ પર પ્રચાર કરવા નિકળ્યાં
દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઇને રાજકોટ વોર્ડ નંબર 7નાં કોંગ્રેસનાં ઉમેદવારોએ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને સાયકલ પર પ્રચાર કર્યો હતો. વોર્ડ નંબર 7નાં રણજીત મુંધવા, કેતન જરીયા સહિતના કોંગ્રેસના ઉમેદવારો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનાં વિરોધમાં સાયકલ પર પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જેને લઈને લાગી રહ્યું છે કે કોંગી ઉમેદવારો પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બનાવીને વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે.