ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં થયેલી 85 લાખ રૂપિયાની લૂંટમાં વધુ 2 આરોપીની ધરપકડ કરાઇ - rajkot police

રાજકોટ શહેરના ચંપકનગર વિસ્તારમાં આવેલી શિવ જવેલર્સમાં ધોળા દિવસે બંદૂકની અણીએ 6 શખ્સોએ 85 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ લૂંટ મામલે 4 આરોપીને અગાઉ પોલીસે ધડપકડ કરી હતી. જ્યારે આજે મંગળવારના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીની 13 લાખ રૂપિયાના મુદ્દામાલ અને લૂંટમાં વપરાયેલા દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં થયેલી 85 લાખ રૂપિયાની લૂંટમાં વધુ 2 આરોપીની ધરપકડ કરાઇ
રાજકોટમાં થયેલી 85 લાખ રૂપિયાની લૂંટમાં વધુ 2 આરોપીની ધરપકડ કરાઇ

By

Published : May 11, 2021, 9:19 PM IST

  • બંદૂકની અણીએ 6 શખ્સોએ લૂંટ ચલાવી હતી
  • શિવ જ્વેલર્સની દૂકાનમાં કરી હતી લૂંટ
  • અગાઉ 4 આરોપીની પોલીસે કરી હતી ધરપકડ

રાજકોટઃશહેરના ચંપકનગર વિસ્તારમાં આવેલી શિવ જવેલર્સમાં ધોળા દિવસે બંદૂકની અણીએ ફિલ્મી ઢબે 6 શખ્સો દ્વારા 85 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામા આવી હતી. 4 આરોપીને અગાઉ ધડપકડ કરવામાં આવી હતી. જ્યારે આજ મંગળવારના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીની 13 લાખ રૂપિયાના મુદ્દામાલ અને લૂંટમાં વપરાયેલા દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીને આગવી પૂછપરછ કરવામાં આવી રહી છે.

85 લાખ રૂપિયાની લૂંટમાં વધુ 2 આરોપીની ધરપકડ કરાઇ

આ પણ વાંચોઃરાજકોટમાં જ્વેલર્સની દુકાનમાંથી 85 લાખની લૂંટ કરનારા 4 આરોપીની ધરપકડ

લૂંટમાં વપરાયેલા હથિયાર સાથે વધુ 13 લાખનો મુદ્દામાલ કરાયો રિકવર

પોલિસ તપાસમાં પકડાયેલા આરોપીની પૂછપરછ પરથી મળેલી માહિતીના આધારે ફરાર આરોપીઓ આગ્રાના જગનેર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમને આગ્રા ખાતે મોકલી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડયા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ભાગમાં આવેલો મુદ્દામાલ જગનેર ગામના ઇસવ નામના વેપારીને વેંચવા માટે આપ્યો છે. ત્યારબાદ વેપારીના ઘરે જઇ સતિષે આપેલો મુદ્દામાલ તેની પાસેથી કઢાવી સતિષ અને ઇસવ ઉર્ફે યુસુફને ઝડપી પાડ્યો હતો.

રાજકોટમાં થયેલી 85 લાખ રૂપિયાની લૂંટમાં વધુ 2 આરોપીની ધરપકડ કરાઇ

લૂંટ, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ સહિત કુલ 14 જેટલા કેસ નોંધાઇ ચુક્યા છે

DCP પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી સતિષ સામે અત્યાર સુધી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં લૂંટ, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ સહિત કુલ 14 જેટલા કેસ નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 6 ગુનામાં વોન્ટેડ છે અને તેને પકડવા પર મધ્યપ્રદેશ પોલીસે 3,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે. હાલ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચોઃરાજકોટ શિવ જવેલર્સમાં થયેલી લૂંટનું રીકન્ટ્રકશન કરાયું

ABOUT THE AUTHOR

...view details