- રાજકોટમાં બિલ્ડીંગ રીનોવેશન દરમિયાન સ્લેબ ધરાશાયી
- સ્લેબ ધરાશાયી થતાં બે મજૂરના મોત
- એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો
રાજકોટ: જીવરાજ પાર્કમાં આવેલા મહાદેવ મંદિર નજીક બિલ્ડિંગમાં રીનોવેશનનું કામ શરૂ હતું. જે દરમિયાન અચાનક નવા બાંધકામનો સ્લેબ નીચે તૂટી પડ્યો હતો. જે દરમિયાન અહીં કામ કરી રહેલા મજૂરો સ્લેબ નીચે દટાયા હતા. જેમાં બે મજૂરના મોત થયા હતા. એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. શિવાનંદ અને રાજુ ખુશાલભાઈ સાગઠિયા નામના બે મજૂરના મોત થયા હતા. તેમજ સુરજકુમાર નામનો મજૂર ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટમાં બિલ્ડીંગ રીનોવેશન દરમિયાન સ્લેબ ધરાશાયી આ પણ વાંચો: નડિયાદમાં વરસાદને કારણે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી, કોઈ જાનહાનિ નહી
મનપા દ્વારા પાંચ દિવસ અગાઉ અપાઈ હતી નોટિસ
બિલ્ડિંગમાં રીનોવેશન કામને લઈને બનેલી ઘટના મામલે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી સાગઠિયાએ જણાવ્યું હતું કે ,રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોવાથી તેને લઈને અહીં નોટિસ પાઠવવામાં આવી હતી. તેમજ આ ગેરકાયદેસર કામને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યું હતું. જોકે નોટિસ આપી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા બુધવારે બિલ્ડિંગમાં ફરી કામ શરૂ કરવામાં આવ્યું હતુ. જે દરમિયાન સ્લેબ તૂટી પડતા બે મજૂરના મોત થયાની ઘટના સામે આવી છે.
રાજકોટમાં બિલ્ડીંગ રીનોવેશન દરમિયાન સ્લેબ ધરાશાયી આ પણ વાંચો: રાજકોટમાં 40 વર્ષ જૂનો પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી
સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે
રાજકોટના જીવરાજ પાર્કમાં બિલ્ડિંગના રીનોવેશન દરમિયાન બનેલી ઘટનામાં બે મજૂરોના મોત થયા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું પણ મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં અહીં કામ શરૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
- આ ઉપરાંત મુંબઇના મલાડ વેસ્ટ માલવાની વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ 10 જૂને રાત્રે 11.10 વાગે ધરાશાયી થઇ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાથી 11 લોકોના મોત થઇ છે, જ્યારે અન્ય આઠ લોકો ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા છે.
- સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દાગીનાનગર પાસે 29 મે ના રોજ 9 વાગ્યાની આસપાસ લક્ષ્મી એપાર્ટમેન્ટના ઘર નંબર 142-143નો સ્લેબ ધરાશાયી થઇ ગયો હતો. જોકે કોઈ જાનહાનિના સમાચાર ન હતી. આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી, તેથી લોકો જોખમ પારખીને નીચે ઉતરી ગયાં હતાં.