- ગોંડલના મહારાજા ભગવતસિંહની આજે 155મી જન્મજયંતી
- રાજકોટના ગોંડલમાં 24 ઓક્ટોબરે હોય છે ઉત્સવનો માહોલ
- મહારાજા 'ધ મેકર ઓફ મોડર્ન ગોંડલ'ના પ્રણેતા પણ ગણાય છે
રાજકોટઃ 24 ઓક્ટોબર એટલે ગોંડલવાસીઓ માટે ઉત્સવનો દિવસ. કારણ કે આ દિવસે ગોંડલના મહારાજા ભગવતસિંહજીનો જન્મ દિવસ છે. પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીના શાસન કાળમાં અનેક પ્રજાહિતના કાર્યોનો સમાવેશ થાય છે. પરંતુ મુખ્યત્વે રાજવી કાળમાં અશક્ય હોય તેવા 108 મહાન કાર્યોની સ્મૃતિએ સમયમાં મફત અને ફરજિયાત શિક્ષણ, કન્યા કેળવણી, ભાર વિનાનું ભણતર, ઊચ્ચ શિક્ષણ, શિષ્યવૃત્તિ, ગામડે-ગામડે શાળાઓ, સાહિત્ય શિક્ષણ, વ્યાયામ શાળા, શ્રેષ્ઠ શિક્ષકોને તૈયાર કરવા માટે અધ્યાપન મંદિર, સંગીત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર, અંગ્રેજી-ગુજરાતી ભાવના મય વાંચન માળા પળતર ભાવે પ્રસિદ્ધ, સંગ્રામજી હાઈસ્કૂલનું નિર્માણ, મેટરિકની પાંચ હાઈસ્કૂલો, ગ્રામ સુધારણા, વહીવટી સુધારણા, આત્મનિર્ભરતા, રેલવે સેવા, રેલવે વિસ્તરણ, આધુનિકતા, વિરલ વેરી તળાવ, પ્રાથમિક સુધારણા, કૃષિ પ્રદર્શન, દુષ્કાળ નિવારણ, રસશાળા ઔષધાશ્રમ, સમાજ સુધારણાના નવા નિયમો, ખેતી સુધારણા, ગરાસિયા કોલેજ, નગર પુનઃરચના, ફરિયાદોનો ત્વરિત નિકાલ, અંડરગ્રાઉન્ડ વીજળી સેવાઓનો સમાવેશ થાય છે.
મહારાજાએ પીવાના પાણી માટે તાંબાની પાઈપલાઈન પણ નખાવી આપી હતી
અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ, ફિલ્ટર પાણી, ગૌ હત્યા પ્રતિબંધ, કરકસર યુક્ત વહીવટ, દુષ્કાળમાં ખેડૂતોને રાહત પેકેજ દુષ્કાળમાં પશુ ભૂખ્યા ન મરે તે હેતુથી ઘાસચારો, રાહત કેમ્પો, દારૂબંધી, સજીવ વૃક્ષ સંરક્ષણ, વૃક્ષ છેદનને બાળહત્યા સમાન ગુનો, વૃક્ષ ઉછેરવા માટે કોન્ટ્રકટ, નવા કૂવા અને તળાવો અને નહેરો, જકાત માફી, કુરિવાજો નો ત્યાગ, અપંગ નિરાધાર માનવીઓ માટે પ્રબંધ, બાઈ સાહેબબા નિરાશ્રિત ગૃહ, ગામડે ગામડે ટેલિફોન સુવિધા બાગ બગીચા, કલાત્મક ભગવત રંગમંડપ, પચાસ ફૂટ પહોળા રસ્તા, દસ ફૂટ ફરજિયાત ફૂટપાથ, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સુવિધા, પુલોના બાંધકામ માટે કોન્ટ્રાકટર પાસે 100 વર્ષના બોન્ડ અને રોડ રસ્તાઓ માટે 20 વર્ષના બોન્ડ લખાવવાનો કડક નિયમ, ગોંડલ રાજ્યમાં 6 મોટા પુલો તથા એક હજાર નાળા તથા 360 માઈલ પાકી સડકો, પશુઓને પાણી પીવા માટે ના અવેડા, કોઈ પણ ઈલેક્ટ્રિક મોટર વગર શહેરના ખૂણે ખૂણે પાણી, ગોંડલ - ધોરાજી-ઉપલેટા 3 મુખ્ય શહેરોનું નવેસરથી ઘડતર, રોડ રસ્તાની બંને સાઈડ વૃક્ષો, લોકોને પીવાના પાણી માટે તાંબાની પાઇપ લાઈનનો સમાવેશ થાય છે.