ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોના બન્યો કાળ, છેલ્લા 24 કલાકમાં 39 દર્દીના મોત - રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 39 દર્દીઓના મોત થયા છે. જેમાં રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શહેરના 31 દર્દીઓ, ગ્રામ્યના 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓનો સમાવેશ થાય છે.

રાજકોટ
રાજકોટ

By

Published : Sep 15, 2020, 1:57 PM IST

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 39 દર્દીઓના મોત થયા છે. જેમાં રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શહેરના 31 દર્દીઓ, ગ્રામ્યના 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં આજે સૌથી વધુ કોરોના દર્દીના એક જ દિવસમાં મોત રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4538 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 1464 દર્દીઓ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ પણ 11 દિવસ સુધી અહીં રોકાયા હતા અને કોરોના સંક્રમણ રોકવા માટે નવી રણનીતિ બનાવી હતી પરંતુ, હજુ પણ રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવામાં તંત્ર પણ નબળું સાબિત થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details