ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં APPના આગમનથી ભાજપને ફાયદો થશે : રાજકીય તજજ્ઞ - મનીષ સિસોદિયા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને NCPએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. હાલ ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. તમામ પક્ષો હાલ પ્રચાર-પ્રસારમાં લાગ્યા છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા એક રોડ શૉ યોજવામાં આવ્યો હતો, જેમાં દિલ્હીમાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ રાજકોટના વિવિધ વિસ્તારમાં પોતાના પક્ષ માટે ચૂંટણી પ્રચાર યોજ્યો હતો.

રાજકોટ મનપાની ચૂંટણીમાં ત્રીજો પક્ષ ચાલશે જ નહીંઃ વરિષ્ઠ પત્રકાર
રાજકોટ મનપાની ચૂંટણીમાં ત્રીજો પક્ષ ચાલશે જ નહીંઃ વરિષ્ઠ પત્રકાર

By

Published : Feb 10, 2021, 3:18 PM IST

  • મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પડકાર બનશે
  • રાજકોટમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાને હાલમાં જ યોજ્યો હતો રોડ શૉ
  • મનીષ સિસોયિદાએ તમામ સુવિધા અપાવવાનો રાજકોટવાસીઓને આપ્યો હતો વિશ્વાસ

રાજકોટઃ RMCની તમામ 72 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખ્યા છે, ત્યારે તેમના પ્રચાર અર્થે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પણ તાજેતરમાં રાજકોટના વિવિધ વિસ્તારમાં રોડ શૉ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ જોડાયા હતા. રાજકોટમાં મનીષ સિસોદિયા દ્વારા દિલ્હી જેવી તમામ સુવિધાઓ રાજકોટવાસીઓને મળે તેવા વચન આપવામાં આવ્યા હતા. તેમજ દિલ્હીમાં જે પ્રકારે હાલ કામ થઈ રહ્યું છે, તે પ્રકારનું કામ રાજકોટમાં કરવાનું સ્થાનિકોને જણાવ્યું હતું. પોતાના પક્ષને જીતાડવા માટેની અપીલ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પડકાર બનશે

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતે આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. તેને લઈને ETV BHARATએ રાજકોટના વરિષ્ઠ પત્રકાર કાના બાટવા સાથે વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડી શકે છે. જ્યારે ભાજપના મત સિક્યોર મત છે એટલે કે, ભાજપને આમ આદમી પાર્ટીથી કોઈ નુકસાન થવાનું આ ચૂંટણીમાં જણાઈ આવતું નથી. આ સાથે જ આમ આદમી પાર્ટીના જે મુદ્દાઓ છે તે રાષ્ટ્રીય મુદ્દાઓ છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓના આધારે લડવાની હોય છે, જેને લઈને આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ મોટો લાભ થઈ શકે એવી શક્યતાઓ બહુ ઓછી જોવા મળી રહી છે.

ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલવાની શક્યતા નહીવત

કાના બાટવાએ જણાવ્યું હતું કે, ગુજરાતે અત્યાર સુધી બે જ પક્ષોને મહત્વ આપ્યું છે. જ્યારે ત્રીજો પક્ષ ચાલવાની શક્યતાઓ ખૂબ જ નહીવત છે. અગાઉ પણ આવા પક્ષ આવ્યા હતા, પરંતુ તેમને વધારામાં બે -ચાર બેઠકો અત્યાર સુધીમાં મળી છે. જ્યારે તેમનું શાસન હજુ સુધી ગુજરાતમાં જોવા મળ્યું નથી. જ્યારે ગુજરાતીઓ પણ બે પક્ષમાં માનનારા લોકો છે. તેમને કોઈ દિવસ વિકલ્પ તરીકે ત્રીજો પક્ષને હજુ સુધી અપનાવ્યો નથી. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસનું શાસન જોવા મળ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી ભાજપને અને કોંગ્રેસને હરાવીને સત્તા ઉપર આવે તે તેના માટે ખૂબ જ અઘરી વાત છે.

ABOUT THE AUTHOR

...view details